Wed,24 April 2024,5:41 am
Print
header

USA: સ્કૂલમાં 15 વર્ષના છોકરાએ 5 મિનીટમાં 20 રાઉન્ડ ફાયરિંગ કર્યુ, 3 નાં મોત

(સ્કૂલ બહાર તૈનાત પોલીસની તસ્વીર)

મિશિગનઃ અમેરિકાના મિશિગનની એક હાઇસ્કૂલમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓના મોત થઇ ગયા છે. એક શિક્ષક સહિત છ લોકો ઘાયલ થયા છે. સુરક્ષાકર્મીઓ દ્વારા ફાયરિંગ કરનારા 15 વર્ષીય વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે. સ્કૂલમાં ફાયરિંગની ઘટનાના સમાચાર આવતાં જ મોટી સંખ્યામાં વાલીઓ ઉમટી પડ્યા હતા.

ઘટના બાદ રાષ્ટ્રપતિ જો બાઇડેનું નિવેદન સામે આવ્યું છે. તેમણે ઘાયલો તથા મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદન વ્યક્ત કરી છે.જો બાઇડેને તેમના નિવેદનમાં જણાવ્યું, શંકાસ્પદ 15 વર્ષીય વિદ્યાર્થીને પકડી લેવામાં આવ્યો છે, તેની પાસેથી પિસ્તોલ પણ જપ્ત કરવામાં આવી છે.

અધિકારીઓના કહેવા મુજબ બપોરે સ્કૂલ શરૂ હતી ત્યારે આ ઘટના બની હતી. જેમાં ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા છે.ઘાયલોને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં છે. ઘટનાની જાણકારી પોલીસને ઈમરજન્સી નંબર દ્વારા મળી હતી. વિદ્યાર્થીએ પાંચ મિનીટની અંદર 15-20 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

આંકડાઓ મુજબ અમેરિકામાં 2021માં સ્કૂલોમાં ફાયરિંગની ઘટનાઓ વધી છે. પોલીસના જણાવ્યાં મુજબ અત્યાર સુધીમાં 138 સ્કૂલોમાં ફાયરિંગની ઘટના બની છે, જેમાં 26 લોકોના મોત થઇ ગયા છે. જે અમેરિકા માટે ચિંતાજનક બાબત છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch