Sat,20 April 2024,7:52 pm
Print
header

અમેરિકી સંસદની બહાર હુમલામાં એક પોલીસ અધિકારીનું મોત, રાષ્ટ્રપતિ બાઇડેને દુઃખ વ્યક્ત કર્યું

વોશિંગ્ટનઃ અમેરિકન સંસદ કેપિટોલ હિલ પાસે ફાયરિંગની ઘટના બની છે અને અહીં એક પોલીસ અધિકારીનું મોત થઇ ગયું છે. અન્ય એક પોલીસ અધિકારીને ઇજા થતાં સમગ્ર વિસ્તારને બંધ કરી દેવાયો છે.  વોશિંગ્ટન ડીસીના કેપિટલ હિલ પરિસરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. ત્યારે  એક કારે સવારે પોલીસ બેરિકેડને ટક્કર મારી હતી અને ડ્રાઇવરે પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. જેમાં એક પોલીસ અધિકારીનું મોત નીપજ્યું છે અને એક ઘાયલ થયા છે. યુએસ કેપિટલ પોલીસે કહ્યું હતું કે ઈમારતોને બહારના ખતરાને કારણે બંધ કરી દેવાઈ છે, સાથે જ સ્ટાફના સભ્યોને જણાવ્યું હતું કે પ્રવેશ કે એક્ઝિટ નહીં કરી શકાય. ન્યૂઝ એજન્સી મુજબ યુએસ કેપિટોલ બિલ્ડિંગની પાસે એક ગાડીએ બે પોલીસ કર્મચારીને કચડી નાખ્યાં, જે બાદ યુએસ કેપિટલ બિલ્ડીંગને બંધ કરી દેવાયું છે.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે પોલીસ અધિકારીના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે. શંકાસ્પદ હુમલાખોરનું પણ મોત થયું છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન શંકાસ્પદ હુમલાખોરનું પણ મોત થયું હતું. દરમિયાન અધિકારીઓએ આ ઘટના આતંકવાદી હુમલા સાથે સંબંધિત હોવાનું નકારી કાઢ્યું છે. તે જ સમયે, તેમણે 6 જાન્યુઆરીએ બનેલી આ ઘટના વચ્ચે કોઈ સંબંધ હોવાનો પણ ઇનકાર કર્યો છે. શુક્રવારની ઘટના બાદ અમેરિકન કેપિટોલ સંકુલ બંધ કરવામાં આવ્યું છે કર્મચારીઓને પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.પોલીસકર્મીના મોત પર શોક વ્યક્ત કરતાં, વ્હાઇટ હાઉસના ધ્વજને અડધી તરફ ઝુકાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિએ કહ્યું, “મને અને મારી પત્ની જીલને આ ઘટનામાં ઓફિસર વિલિયમ ઇવાન્સનું મોત પર ભારે દુ:ખ થયું છે.” હું તેના પરિવાર પ્રત્યે દુઃખ વ્યક્ત કરું છું. હું જાણું છું કે યુએસ સંસદમાં કાર્યરત તમામ લોકો અને સુરક્ષા કર્મચારીઓ માટે આ ખૂબ જ ખરાબ સમય છે. હું આ બાબતે સખત નજર રાખી રહ્યો છું તપાસ અંગે દરેક મિનિટે સમાચાર લઈ રહ્યો છું. અમે એક હિંમતવાન પોલીસ અધિકારી ગુમાવ્યાં છે.

આ પહેલા 6 જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ સંસંદમાં જઇને તોડફોડ કરી હતી. હાલમાં સુરક્ષાને ધ્યાનમાં લઇને રાજધાનીના રસ્તા પણ બંધ કરવામાં આવ્યા છે. જો કે આ ધટના પાછળનું પ્રાથમિક કારણ જાણી શકાયુ નથી.આ સાથે એમ્બ્યુલન્સ અને હેલિકોપ્ટરને પણ ઘટનાસ્થળ પાસે પહોંચ્યાં હતાં. પોલીસે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓને અલર્ટ આપ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch