Fri,26 April 2024,1:16 am
Print
header

કેલિફોર્નિયામાં 8 મહિનાની બાળકી સહિત 4 ભારતીયોનું અપહરણ- Gujarat Post

કેલિફોર્નિયાઃ અમેરિકામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સોમવારે ભારતીય મૂળના 4 લોકોનું અપહરણ કરવામાં આવ્યું છે. જેમાં 8 મહિનાની બાળકીનો પણ સમાવેશ થાય છે. બનાવ કેલિફોર્નિયાના માર્સ્ડ કાઉન્ટીની છે. માર્સ્ડ કાઉન્ટી શેરિફની ઓફિસે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું કે, 36 વર્ષીય જસદીપસિંહ, 27 વર્ષીય જસલીન કૌર, તેમની 8 મહિનાની પુત્રી અરુહી અને 39 વર્ષીય અમરદીપ સિંહનું અપહરણ કરવામાં આવ્યું છે.

પોલીસે જણાવ્યું છે કે સાઉથ હાઇવે 59ના 800 બ્લોકમાંથી 4 લોકોનું અપહરણ કરવામાં આવ્યું હતું. જ્યાં લાઇનબંધ રિટેલરો અને રેસ્ટોરન્ટ્સ છે. ત્યાથી તેમનું અપહરણ કરાયું છે.

એનબીસી ન્યૂઝના જણાવ્યાં અનુસાર, અધિકારીઓએ હજુ સુધી શંકાસ્પદનું નામ અથવા અપહરણ પાછળનો હેતુ જાહેર કર્યો નથી. આ પહેલા 2019માં ભારતીય મૂળના પ્રોફેશનલ તુષાર કારમાં મૃત હાલતમાં મળી આવ્યાં હતા. તેઓ એક ડિજિટલ માર્કેટિંગ કંપનીના માલિક હતા.

અમેરિકામાં ભારતીયો પર હુમલાની અનેક ઘટનાઓ

અમેરિકામાં ભારતીયો પર હુમલાની ઘણી ઘટનાઓ બની છે. 21 ઓગસ્ટના રોજ કેલિફોર્નિયાના ટાકો બેલ રેસ્ટોરન્ટમાં વંશીય હુમલાની ઘટના બની હતી. તેનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. કૃષ્ણન જયરામન જ્યારે રેસ્ટોરન્ટમાં ઓર્ડર લેવા ગયા હતા. ત્યારે તેમના પર વંશીય હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીઓએ તેમને કહ્યું હતું કે તમે હિન્દુ છો જે ગૌમૂત્રથી સ્નાન કરે છે. ભારતીય લોકો એક મજાક છે. ટેક્સાસમાં એક મેક્સિકન-અમેરિકન મહિલાએ ચાર ઇન્ડો-અમેરિકન મહિલાઓ સાથે દુર્વ્યવહાર કર્યો હતો. તેમની સાથે મારપીટ કરી હતી. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch