Sat,20 April 2024,4:40 pm
Print
header

ભારતીય નેવીને 13 નૌસૈનિક તોપ મળશે, અમેરિકી સરકારે રૂપિયા 7100 કરોડની ડીલને મંજૂરી આપી

ભારતીય નૌસેના હવે પહેલા કરતા વધુ મજબૂત બનશે, દુશ્મનોને દરિયામાં પણ જડબાતોડ જવાબ મળશે, ટૂંક સમયમાં જ નેવીમાં 13 એમ-કે-45 નૌસૈનિક તોપનો સમાવેશ કરાશે, અમેરિકી સરકારે ભારત સાથેના 7100 કરોડ રૂપિયાના આ સોદાને મંજૂરી આપી દીધી છે, જેથી હવે અત્યઆધુનિક 13 એમ-કે-45 તોપનું અપગ્રેડ વર્ઝન ટૂંક સમયમાં જ ભારતીય નૌસેના પાસે હશે, આ તોપ સબમરિન પરથી જમીન અને હવામાં હુમલો કરવા સજ્જ છે અને દૂર સુધી તે દુશ્મનોને જવાબ આપવામાં સક્ષમ છે. 
 
અમેરિકા ભારતને તોપની અત્યઆધુનિક ટેક્નોલોજી પુરી પાડી રહ્યું છે, જેમાં દારૂગોળો અને અન્ય ઉપકરણોનો પણ સમાવેશ થાય છે, ઉપરાંત અમેરિકી સેના ભારતીય સૈનિકોને તેની ટ્રેનિંગ આપશે, જેથી હવે ભારત માટે દરિયાઇ ઓપરેશન સરળ બનશે.

અમેરિકાએ અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા, જાપાન અને દક્ષિણ કોરિયાને આ તોપનું અપગ્રેડ વર્જન વેચ્યું છે, અમેરિકા બ્રિટન અને કેનેડાને પણ આ ટેક્નોલોજી આપી રહ્યું છે, હવે તે ભારત પાસે હશે, ભારતીય નૌસેનામાં એમ-કે 45 તોપ મળતા પાકિસ્તાન અને ચીન જેવા દુશ્મનોને જવાબ આપવો સરળ થઇ જશે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch