Wed,19 February 2025,7:58 pm
Print
header

સીરિયામાં અમેરિકાનો જોરદાર હવાઇ હુમલો, અલ-કાયદાનો આતંકવાદી મુહમ્મદ સલાહ અલ-જાબીર માર્યો ગયો

(ફાઇલ ફોટો)

વોશિંગ્ટનઃ અમેરિકી સેનાએ સીરિયામાં હવાઈ હુમલા દરમિયાન અલ-કાયદાના આતંકવાદી મોહમ્મદ સલાહ અલ-જાબીરને ઠાર માર્યો છે. યુએસ સેનાએ કહ્યું કે તેમને ગુરુવારે ઉત્તર-પશ્ચિમ સીરિયામાં એક હવાઈ હુમલામાં અલ-કાયદા સાથે જોડાયેલા આતંકવાદી જૂથના સભ્ય મુહમ્મદ સલાહ અલ-ઝબીરને મારી નાખ્યો છે.

યુએસ સેન્ટ્રલ કમાન્ડે એક નિવેદનમાં જણાવ્યું કે હવાઈ હુમલો આ ક્ષેત્રમાં આતંકવાદી જૂથોનો સફાયો કરવા માટે હતો. મુહમ્મદ સલાહ અલ-ઝબીર પણ હુરસ અલ-દિન જૂથ સાથે સંકળાયેલો હતો.

સીરિયામાં બળવા બાદ બશર સત્તા ગુમાવી બેઠો હતો

સીરિયામાં થોડા દિવસો પહેલા બળવો થયો હતો. બળવાખોર જૂથ તહરિર અલ-શામ દ્વારા બશર અલ-અસદની સરકારને ઉથલાવી દેવામાં આવી હતી. આ સાથે જ અહેમદ અલ-શારાને દેશના વચગાળાના રાષ્ટ્રપતિ નિયુક્ત કરવામાં આવ્યાં છે.

હવે આંતરરાષ્ટ્રીય મંચો પર માત્ર અહેમદ અલ-શરા સીરિયાનું નેતૃત્વ કરશે. સીરિયા છેલ્લા 53 વર્ષથી અસદ પરિવારના નિયંત્રણમાં હતું. પરંતુ હવે અહીં સત્તા પરિવર્તન થઇ છે. અમેરિકા સીરિયામાં ચાલી રહેલી ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહ્યું છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch