Tue,23 April 2024,11:45 pm
Print
header

ભાજપ નેતાની શ્રેય હોસ્પિટલે કોરોનાનાં દર્દીઓ પાસેથી લાખો રૂપિયા ખંખેર્યા, બેદરકારીથી 8 દર્દીઓનું મોત

અમદાવાદઃ નવરંગપુરામાં આવેલી શ્રેય હોસ્પિટલની એક પછી એક બેદરકારી સામે આવી રહી છે, તપાસમાં સામે આવ્યું છે કે અહીં ફાયરના પુરતા સાધનો ન હતા અને એનઓસી પણ ન હતુ, હોસ્પિટલે દર્દીઓ પાસે લાખો રૂપિયા ખંખેર્યા છે.અને પુરતી સુવિધાઓ ન હોવાને કારણે અહીં રાત્રે 8 દર્દીઓના આગમાં મોત થઇ ગયા છે. પહેલા આગ આઇસીયુમાં લાગી હતી બાદમાં હોસ્પિલના અન્ય વિસ્તારો આગની ઝપેટમાં આવી ગયા હતા.

મૃતકોના પરિવારજનોમાં હોસ્પિટલ તંત્ર સામે જોરદાર આક્રોશ છે, આ હોસ્પિટલ પૂર્વ મંત્રી વિજયદાસ મહંતના દિકરા ભરત મહંતની છે, ભરત મહંત હાલમાં ભાજપ સાથે જોડાયેલા છે, તેમનો પરિવાર પહેલા કોંગ્રેસમાં હતો. તેમની સાથે અન્ય બે ટ્રસ્ટ્રીઓ ડોક્ટર કિર્તીપાલ વિસાણા અને ડોક્ટર ભાર્ગવ મહારાજા પણ આ ઘટના માટે જવાબદાર છે. પોલીસ દ્રારા ભરત મહંતની પૂછપરછ થઇ રહી છે

રાત્રે લગભગ 3.30 વાગ્યે આગ લાગી હતી. ત્યારે હોસ્પિટલમાં 57 દર્દીઓ હતા, જેમાંથી 8નાં મોત થઇ ગયા છે, બીજાને અન્ય હોસ્પિટલમાં ટ્રાન્સફર કરાયા છે.
હોસ્પિટલે કોરોનાના દર્દીઓ પાસે લાખો રૂપિયા ફી લીધી છે અને હવે હોસ્પિટલની બેદરકારીને કારણે 8 લોકો આગમાં હોમાઇ ગયા છે. હોસ્પિટલમાં પાંચમો માળ પણ ગેરકાયદેસર હોવાનું સામે આવ્યાં પછી કોર્પોરેશને હોસ્પિટલ તંત્ર સામે કડક પગલા લેવાની વાત કરી છે.

પરિવારજનોએ હોસ્પિટલ બહાર હોબાળો કર્યો હતો અને ન્યાયની માંગ થઇ રહી છે, પરંતુ ટ્રસ્ટી ભાજપ સાથે જોડાયેલા હોવાથી તેમને બચાવવાનો પ્રયાસ થઇ રહ્યો હોવાના આરોપ કોંગ્રેસે કર્યો છે.  

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch