Mon,26 October 2020,1:19 am
Print
header

યોગી સરકારે મહિલાઓના હિતમાં લીધો મોટો નિર્ણય, ઓપરેશન દુરાચારીની કરી શરૂઆત

ફાઇલ ફોટો

લખનઉ: ઉત્તર પ્રદેશની સીએમ યોગી આદિત્યનાથની સરકારે મહિલાઓ સાથેના ગુનાખોરો પર કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. છેડતી કરનારાઓ અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા માટે સીએમ યોગીએ ઓપરેશન દુરાચારી શરૂ કરી દીધું છે. આ અંતર્ગત મહિલાઓ વિરુદ્ધ કોઈપણ પ્રકારનો ગુના કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને મહિલા પોલીસ કર્મચારી દ્વારા દુષ્કર્મ કરનારાઓને શિક્ષા કરવામાં આવશે.આવા પોલીસ અધિકારીઓ જ આવા ગુનેગારોને સજા કરશે.

આ ઓપરેશનનો હેતુ એ છે કે મહિલાઓ અને બાળકીઓ સાથે કોઈ પણ  પ્રકારની ઘટનાને અંજામ આપનારાઓને સમાજ જાણે. આવા લોકોના પોસ્ટર ચોકડીઓ પર લગાડવામાં આવશે. ઓપરેશન દુરાચારી અંતર્ગત મુખ્યમંત્રીએ ચેડાં કરનારા સામે કડક કાર્યવાહી કરવા અધિકારીઓને સૂચના આપી છે. સીએમ યોગીએ લોકોને અપીલ કરી છે કે તેઓ આવા ગુનેગારો અને દુષ્કર્મ કરનારાઓના નામ પણ જાહેર કરે.

અત્રે જણાવવાનું કે યોગી સરકારે આ જ પ્રકારની કાર્યવાહી નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિરુદ્ધ થયેલી હિંસા દરમિયાન કરી હતી. જે હેઠળ સરકારી સંપત્તિઓને નુકસાન પહોંચાડનારા લોકોના પોસ્ટર રસ્તાઓ પર લગાવવામાં આવ્યાં હતા.

યોગીએ કહ્યું કે મહિલાઓ અને બાળકીઓ સાથે રેપ, છેડતી અને શારીરિક શોષણ કે યૌન ઉત્પીડન જેવી ઘટનાઓને અંજામ આપનારા અપરાધીઓ અને દુરાચારીઓના મદદગારોના નામ પણ ઉજાગર કરવામાં આવે જેથી કરીને મદદગારોમાં પણ બદનામીનો ડર પેદા થશે. 

સીએમએ મહિલાઓ અને બાળકીઓ સાથે થઈ રહેલા અપરાધોને લઈને યુપી પોલીસને ચેતવણી પણ જાહેર કરી છે. તેમણે કહ્યું છે કે ક્યાંય પણ મહિલાઓ સાથે કોઈ પણ અપરાધિક ઘટના ઘટી તો સંબધિત બીટ ઈન્ચાર્જ, ચોકી ઈન્ચાર્જ, પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ અને સીઓ જવાબદાર રહેશે. તેમની જવાબદારી નક્કી કરાશે અને તેમના વિરુદ્ધ એક્શન લેવાશે. 

યોગી આદિત્યનાથે કહ્યું કે મહિલાઓ સાથે આવા કોઈ પણ ગુનાઓ આચરનારા દુરાચારીઓને મહિલા પોલીસ દ્વારા જ દંડિત કરવામાં આવે, તેમણે કહ્યું કે આવા અપરાધીઓને મહિલા પોલીસકર્મી એવો પાઠ ભણાવે કે જેથી કરીને તેઓ મહિલાઓ સાથે અપરાધ કરતા કંપી ઉઠે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch

-->