Thu,18 April 2024,1:07 pm
Print
header

UP ના બારાબંકીમાં માર્ગ અકસ્માતમાં 1 મહિલા સહિત 18 લોકોનાં મોત, બસને પૂરઝડપે આવી રહેલા ટ્રેલરે મારી ટક્કર

ઉત્તર પ્રદેશઃ બારાબંકીમાં મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો.લખનઉ-અયોધ્યા હાઈવે પર રસ્તાની બાજુમાં જ પાર્ક કરેલી બસને પૂરઝડપે આવેલા એક ટ્રેલરે ટક્કર મારી હતી. અકસ્માતમાં બસમાં સવાર અને તેની નીચે ઉંઘી રહેલા મુસાફરો ઝપેટમાં આવી ગયા હતા. અકસ્માતમાં 18 લોકોનાં મોત થઇ ગયા છે. મૃતકોમાં એક મહિલા અને બાકીના પુરુષો છે, 23થી વધુ લોકો ઘાયલ થયા છે. ગંભીર રીતે ઘાયલ થયેલા 10 લોકોને ટ્રોમા સેન્ટર લખનઉ રિફર કરાયા છે બસ હરિયાણાથી બિહાર જઈ રહી હતી. મૃત્યુઆંકમાં હજુ વધારો થઇ શકે છે.

આ અકસ્માતની ઘટના બારાબંકીના રામસનેહીઘાટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. હરિયાણાથી બિહાર જઇ રહેલી બસમાં 150 મુસાફરો સવાર હતા. એક બસ રસ્તામાં બગડી હતી, ડ્રાઇવરે લખનઉ-અયોધ્યા હાઇવે પર કલ્યાણી નદી પુલ પર બસ ઊભી રાખી હતી. કેટલાક મુસાફરો બસની નીચે તેમજ કેટલાક બસની આસપાસ ઉંઘી ગયા હતા. તે સમય રાત્રે 11.30 વાગ્યે લખનઉ તરફથી પૂરઝડપે આવી રહેલા ટ્રેલરે બસને ટક્કર મારી હતી. અકસ્માતમાં ટ્રેલરની અડફેટે 11 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતાં, બાકીના 7 લોકોનાં મોત હોસ્પિટલ લઈ જતાં થયાં હતાં.

આસપાસના લોકોએ પોલીસને જાણ કરતા રાહત કામગીરી શરૂ કરાઇ હતી. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે રામસાનેહીઘાટ સીએચસી લઈ જવામાં આવ્યાં હતા, જ્યાંથી ગંભીર રીતે ઘાયલોને જિલ્લા હોસ્પિટલ અને 10 લોકોને લખનઉ ટ્રોમા સેન્ટર રિફર કરાયા છે. અકસ્માત થતાં ટ્રેલરનો ડ્રાઈવર ઘટનાસ્થળ પરથી ભાગી ગયો હતો, બસમાં સવાર તમામ મુસાફરો બિહારના સીતામઢી, સુપૌલ સહિત અલગ-અલગ જિલ્લાના રહેવાસી હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch