Wed,24 April 2024,10:15 pm
Print
header

પોલીસ પર હુમલો, કન્નોજમાં નમાઝ પઢી રહેલા લોકોને સમજાવવા ગયેલા પોલીસકર્મીઓ ઘાયલ

ઉત્તર પ્રદેશઃ કોરોનાના દેશભરમાં 2500 થી વધુ કેસ સામે આવ્યાં છે, 70 જેટલા લોકોનાં મોત થઇ ગયા છે, પોલીસ લોકડાઉનનું ચુસ્ત પાલન કરવા લોકોને સમજાવી રહી છે, પરંતુ કેટલાક લોકો દ્વારા પોલીસકર્મીઓ અને મેડિકલ સ્ટાફ પર હુમલા કરી રહ્યાં છે, 2 દિવસ પહેલા ઇન્દોરમાં મેડિકલ સ્ટાફ પર હુમલો કરાયો હતો, આજે કન્નોજ જિલ્લાના સદર કોતવાલીના કાગ્જિયાનમાં એક છત પર નમાઝ પઢી રહેલા લોકોને સમજાવવા પોલીસ પહોંચી હતી, તો અહી પોલીસ જવાનો પર જ હુમલો કરી દેવામાં આવ્યો હતો.

આરોપીઓએ તિક્ષ્ણ હથિયારોથી પોલીસ પર હુમલો કરતા એસપી અમરેન્દ્ર પ્રસાદ સહિતના 4 પોલીસકર્મીઓ લોહીલુહાણ થઇ ગયા છે, ઘાયલ થયેલા ચારેય પોલીસ કર્મીઓને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે, મૌલાનાઓની અપીલ છે કે તમે ઘરોમાં રહીને જ નમાજ પઢી શકો છો, તેમ છંતા કેટલાક લોકો નિયમોનું ઉલ્લંઘન કરે છે, અહીના એક મકાનની છત પર 40 જેટલા શખ્સો સામૂહિક નમાજ પઢી રહ્યાં હતા, પોલીસે હુમલાખોરો સામે ગુનો દાખલ કર્યો છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch