(ફાઈલ તસવીર)
ચૂંટણી પહેલા જ યોગી આદિત્યનાથ-ભાજપની વધી મુશ્કેલી
એક બાદ એક ધારાસભ્યો આપી રહ્યાં છે રાજીનામા
બે દિવસમાં છઠ્ઠા ધારાસભ્યએ આપ્યું રાજીનામું
લખનઉઃ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. ચૂંટણી તારીખોની જાહેરાત થવાની સાથે જ ભાજપને છેલ્લા બે દિવસમાં એક બાદ એક અનેક ઝટકા લાગ્યા છે.બુધવારે ઓબીસી નેતા દારાસિંહ ચૌહાણે યોગી આદિત્યનાથની કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું. દારાસિંહ છેલ્લા બે દિવસમાં રાજીનામું આપનારા છઠ્ઠા નેતા છે, બીજી તરફ કોંગ્રેસ ધારાસભ્ય અને સપા ધારાસભ્ય બીજેપીમાં સામેલ થયા છે.
કોંગ્રેસના ધારાસભ્ય નરેશ સૈની અને સપા ધારાસભ્ય હરિઓમ યાદવ ભાજપમાં સામેલ થયા છે. હરિઓમ યાદવ મુલાયમસિંહ યાદવના સંબંધી છે. 403 વિધાનસભા ચૂંટણીવાળા ઉત્તર પ્રદેશમાં 10 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી વિધાનસભા ચૂંટણી યોજાવાની છે જેનું પરિણામ 10 માર્ચે આવશે.
2017 માં બીજેપીએ કાનપુર દેહાતની બિલ્હોર સીટ પરથી જીત હાંસલ કરી હતી. અહીંયાથી ભગવતી સાગરે પ્રથમ વખત ભાજપને જીત અપાવી હતી.જો કે હવે તેમણે પણ રાજીનામું આપી દીધું છે. તેમણે રાજીનામું આપ્યાં બાદ કહ્યું, બીજેપી બીઆર આંબેડકર અને કાશી રામના સિદ્ધાંતોને માનતી નથી.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38