Mon,09 December 2024,11:47 am
Print
header

યુપીના સીએમ યોગીને ધમકી આપી હતી કે તમારા પણ બાબા સિદ્દીકી જેવા હાલ થશે, પોલીસે 24 વર્ષીય ફાતિમાની કરી ધરપકડ

લખનઉઃ યોગી આદિત્યનાથને ધમકી મળી હતી કે જો તમે 10 દિવસમાં ઉત્તર પ્રદેશના સીએમ પદેથી રાજીનામું નહીં આપો તો તમારા પણ બાબા સિદ્દીકી જેવા હાલ થશે, હવે આ કેસમાં મુંબઇ પોલીસે 24 વર્ષીય ફાતિમા નામની યુવતીની ધરપકડ કરી છે.

આરોપી ફાતિમા થાણેના ઉલ્લાસનગરની રહેવાસી છે અને તે ITમાં બીએસસી કરી રહી છે. ફાતિમાના પિતા લાકડાનો વેપાર કરે છે. ફાતિમાએ યોગી આદિત્યનાથને મારી નાખવાની ધમકી આપી હતી, તેણે આ ધમકી કેમ આપી હતી તે મામલે હવે પોલીસ તપાસ કરી રહી છે.

નોંધનિય છે કે મુંબઇના રાજકારણી બાબા સિદ્દીકીની લોરેન્સ બિશ્નોઇ ગેંગે હત્યા કરી નાખી છે અને આ મામલે અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને લોરેન્સ ગેંગે અભિનેતા સલમાન ખાનને પણ ધમકી આપી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch