Wed,10 August 2022,8:25 am
Print
header

UP: પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પર બે બસો વચ્ચે ભયાનક અકસ્માત, 8 લોકોનાં મોત - Gujarat Post

લખનઉઃ બારાબંકીમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 8 લોકોના મોત થઇ ગયા છે અને 20 જેટલા મુસાફરો ઘાયલ થયા છે. રોડની બાજુમાં ઉભેલી એક ડબલ ડેકર બસ પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી બીજી ડબલ ડેકર બસ સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો.ઘટના સ્થળે 8 મુસાફરોના મોત થયા છે અને ત્રણ લોકોની હાલત ખૂબ જ ગંભીર છે, તેમને લખનઉના ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યાં છે.

આ ઘટના લોનિકટરા પોલીસ સ્ટેશન વિસ્તારના નરેન્દ્રપુર મદ્રાહા ગામ પાસે બની હતી.આ બંને ડબલ ડેકર બસો બિહારના સીતામઢી અને સુપૌલથી દિલ્હી જઈ રહી હતી. પોલીસ અને બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે. ઘાયલોને સીએચસી હૈદરગઢમાં દાખલ કરવામાં આવ્યાં છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch