Wed,17 April 2024,2:01 am
Print
header

મરી પરવારી માનવતા.. કોરોના સંક્રમિત એક વ્યક્તિનો મૃતદેહ નદીમાં નાખવાનો વીડિયો જોઇને તમે ચોંકી ઉઠશો

ઉત્તર પ્રદેશઃ બલરામપુર જિલ્લામાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે, રાપ્તી નદીમાં કોરોના સંક્રમિત એક વ્યક્તિનો મૃતદેહ નાખવાનો વીડિયો વાયરલ થયો છે. ઘટના સામે આવ્યાં બાદ નગર કોતવાલીમાં પોલીસ કેસ દાખલ કરાયો છે. મુખ્ય સ્વાસ્થ્ય અધિકારી ડો. વિજય બહાદુર સિંહે જણાવ્યું કે રાપ્તી નદીમાં નાખવામાં આવેલો મૃતદેહ સિદ્ધાર્થનગર જિલ્લાના શોહરતગઢના પ્રેમનાથ મિશ્રનો છે. 

તેમણે જણાવ્યું કે 25 મેએ કોરોના સંક્રમિત થવા પર પ્રેમનાથ મિશ્રને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા 28 મેના રોજ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતુ. કોવિડ પ્રોટોકોલ પ્રમાણે પ્રેમનાથ મિશ્રનો મૃતદેહ તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો હતો. વાયરલ વીડિયોમાં મૃતદેહને રાપ્તી નદીમાં ફેંકતા જોઈ શકાય છે, જેના પરથી તમે પણ બોલી ઉઠશો કે ખરેખર માનવતા મરી પરવારી છે.  

આ વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે બે યુવકો એક મૃતદેહને પુલ પરથી રાપ્તી નદીમાં નાખી રહ્યાં છે મૃતદેહ ફેંકનાર બે યુવકોમાંથી એ યુવકે પીપીઈ કિટ પહેરી છે. આ વીડિયો બાદ પોલીસ સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી છે. મૃતદેગ ફેંકનારાઓની તપાસ થઇ રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch