અમદાવાદઃ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યમાં અનેક જગ્યાએ કરા સાથે કમોસમી વરસાદ પડ્યો છે. આ દરમિયાન ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ દ્વારા વર્ષ 2026 માટે ચોમાસાનું પ્રથમ સત્તાવાર પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે, જે મુજબ આ વર્ષે વરસાદ સામાન્ય કરતા ઓછો રહેવાની શક્યતા છે.
એક તરફ આગામી ચોમાસાની ચિંતા છે, બીજી તરફ ગુજરાતમાં હાલમાં જ ત્રણ સિસ્ટમ સક્રિય થવાને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યના અનેક ભાગોમાં વીજળીના કડાકા-ભડાકા અને તોફાની પવન સાથે વરસાદ નોંધાયો છે. સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં તોફાની પવન સાથે વરસાદ પડ્યો છે. મહીસાગરના કોઠંબામાં કરા પડ્યા હોવાના પણ અહેવાલ છે. સાથે જ કપડવંજ તાલુકાના અનેક ગામોમાં કરા સાથે વરસાદ નોંધાયો છે. ભાવનગર અને વિસનગરમાં ધીમી ધારે વરસાદી ઝાપટા પડ્યાં છે.
ગોધરામાં આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને ધૂળની ડમરીઓ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગોધરા સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગ પાસે ભારે પવનને કારણે એક વિશાળ ઘટાદાર ઝાડ ધરાશાયી થયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ અચાનક આવેલી આ આફતથી અફરાતફરી મચી ગઈ હતી.
સ્કાયમેટના રિપોર્ટ અનુસાર, આ વર્ષે ચોમાસાની સ્થિતિ બહુ આશાસ્પદ જણાતી નથી. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન કુલ વરસાદ લાંબા ગાળાની સરેરાશના માત્ર 94 ટકા રહેવાનો અંદાજ છે. જૂન મહિનામાં ચોમાસાની શરૂઆત સારી રહેવાની અપેક્ષા છે, પરંતુ જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન વરસાદ નબળો પડી શકે છે. પેસિફિક મહાસાગરમાં અલ નીનોની સંભવિત વાપસીને કારણે ચોમાસાની ગતિ ધીમી પડી શકે છે. જો વરસાદ ઓછો રહેશે તો તેની સીધી અસર ખેતીના ઉત્પાદન, મોંઘવારી અને દેશના એકંદર જીડીપી પર જોવા મળી શકે છે.
લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકે પરિવારના 7 સભ્યોને કચડ્યા, મૃતદેહોને એકત્ર કરવા પાવડાની મદદ લેવી પડી | 2026-04-13 09:12:38
આશા ભોંસલેના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર, પીએમ મોદી, અમિત શાહ અને ગડકરી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ | 2026-04-12 18:12:09
અમે TRAI માંથી છીએ...,વૃદ્ધ વ્યક્તિને 8 દિવસ સુધી ડિજિટલ ધરપકડમાં રાખ્યાં, રૂ. 1.43 કરોડની છેતરપિંડી કરી | 2026-04-12 17:57:06
પ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન, હાર્ટ એટેક બાદ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા | 2026-04-12 14:24:11
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ: ભાજપે જનસેવા સંકલ્પ સાથે પ્રચારના શ્રીગણેશ કર્યા, મનપાના ઉમેદવારોએ લીધા શપથ | 2026-04-12 10:09:40
સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી: AAPના ઉમેદવારે ઉમેદવારી પત્ર જ ફાડી નાખ્યું | 2026-04-12 09:48:40
વડોદરામાં ફોર્મ ભરવા પહોંચેલા મહિલા ઉમેદવારના પતિની હરિયાણા પોલીસે કરી ધરપકડ | 2026-04-11 17:24:13
પશ્ચિમ એશિયામાં ફરી યુદ્ધના એંધાણ ? US- ઈરાન શાંતિ વાર્તાનું કોઇ પરિણામ ન આવ્યું | 2026-04-12 09:58:19
અરાઇયા બાય અઝા દ્વારા લેબ-ગ્રોન ડાયમંડ જ્વેલરી સાથે કોન્શિયસ લક્ઝરીના નવા યુગની શરૂઆત | 2026-04-11 14:18:55
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી, સુરેન્દ્રનગર મનપા- અરવલ્લી જિલ્લાની તાલુકા પંચાયત-પાલિકાના ઉમેદવારો જાહેર | 2026-04-09 17:52:58
બાયડ તાલુકામાં માવઠાએ મચાવી તબાહી, પાકને નુકસાન થતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો | 2026-04-09 09:27:50
ACB ટ્રેપઃ લખતરમાં નાયબ મામલતદાર અને પટ્ટાવાળો આટલા રૂુપિયાની લાંચ લેતા ઝડપાયા | 2026-04-08 10:37:12