Sun,16 November 2025,5:58 am
Print
header

ગુજરાતમાં આજથી 3 દિવસ વરસાદનું યલો એલર્ટ, માવઠાની આગાહીથી ધરતીપુત્રો ચિંતિત

  • Published By panna patel
  • 2025-10-25 08:40:26
  • /

અમદાવાદઃ આજથી 27 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ અને 40-50 કિ.મી- કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવવાની આગાહી છે, જેને લઇને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન દરિયો તોફાની બને તેવી શક્યતા છે. કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોની ચિંતા વધી છે, મોઢા સુધી આવેલો પાકનો કોળિયો છીનવાઈ જાય તેવી સ્થિતી છે.પૂર્વમધ્ય અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન ગુજરાત અને મહારાષ્ટ્ર તરફ આગળ વધવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. કચ્છના કંડલા બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. 

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. પૂર્વમધ્ય અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાયું છે, દક્ષિણ ગુજરાતમાં એલસીએસ 3 અને સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રના દરિયાકિનારે ડીસી-1 સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. શુક્રવારે વલસાડ અને ડાંગમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.

હવામાન વિભાગ દ્વારા આજે  સુરત, નવસારી, ડાંગ, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 26 ઓક્ટોબરે ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, રાજકોટ, પોરબંદમાં ભારે વરસાદની આગાહી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. કેટલાક ભાગોમાં પૂર આવે તેવા વરસાદની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે, પશ્ચિમ અને ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.   

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch