Sun,16 November 2025,5:38 am
Print
header

અમરેલીના રાજુલામાં 24 કલાકમાં 9 ઇંચ કમોસમી વરસાદથી જળબંબાકાર, અમદાવાદમાં પણ મોડી રાતથી માવઠું

  • Published By panna patel
  • 2025-10-27 09:20:40
  • /

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 152 તાલુકાઓમાં માવઠું

43 તાલુકાઓમાં 1 ઇંચથી લઈ 9 ઇંચ સુધી વરસાદ

ખેડૂતોના મગફળીનો પાક પલળી ગયો, કપાસમાં પણ નુકસાન 

અમદાવાદઃ  ગુજરાતમાં કારતક મહિનામાં અષાઢી મોહાલ જામ્યો હોય તેમ અમદાવાદ સહિત રાજ્યભરમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. માવઠાને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. અમરેલી જિલ્લામાં 24 કલાકમાં 9 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રાજુલામાં 24 કલાકમાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાય છે.

રાજુલા ધાતરવાડી ડેમ-2 ના એક સાથે 19 દરવાજા ખોલવાની ફરજ પડી છે, જેને કારણે નીચાણવાળા ખાખબાઈ, હિંડોરણા, વડ, રામપરા, કોવાયા, ઉછેયા, ભેરાઇ, ભચાદર સહિતવી ગામડાને એલર્ટ કરાયા છે. નીચાણવાળા ખાખબાઈ ગામમાં પાણી પ્રવેશતા મુશ્કેલી સર્જાઈ છે.  

ઉના શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન 5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હોવાથી ધરતીપુત્રોની હાલત કફોડી બની છે. ઉના શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં એલમપુર ગામના ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોની મગફળીના પથરા પલળી ગયા છે. તેમજ સનખડા ગામના ખોખરીયાપીર વિસ્તારમાં પાણી વહેતા થતા આ વિસ્તારના લોકો મુશ્કેલી અનુભવી રહ્યાં છે.

આજે ગુજરાતનાં મોટા ભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. કચ્છની સાથે સૌરાષ્ટ્રના તમામ જિલ્લા, ઉત્તર ગુજરાતનાં તમામ જિલ્લા તથા ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, ખેડામાં વરસાદનું ઍલર્ટ આપવામાં આવ્યું છે. આવતીકાલે 28 ઓક્ટોબરે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch