Sun,16 November 2025,6:06 am
Print
header

સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં માવઠું, અમદાવાદમાં પણ કમોસમી વરસાદની આગાહી

  • Published By panna patel
  • 2025-10-26 08:45:05
  • /

અમદાવાદ: ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવ્યો છે. અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ડિપ્રેશનને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 26 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી રાજ્યના 24 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને અમદાવાદ- ગાંધીનગર સહિતના મહાનગરોમાં માવઠાંનું જોર વધશે.

વલસાડમાં પણ વહેલી સવારે વરસાદ ખાબકતા રોડ પર પાણી વહેતાં થયા હતાં. મોડી રાતથી કેન્દ્રશાસિત પ્રદેશ દીવ અને ગીર પંથકના ઉના, ગીર ગઢડા, તાલાલા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો છે.

આજે ક્યાં ક્યાં છે એલર્ટ:

  • ઓરેન્જ એલર્ટ (ભારેથી અતિભારે વરસાદ): ભાવનગર, અમરેલી અને બોટાદ.
  • યલો એલર્ટ (ભારે વરસાદ): અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને પોરબંદર 

માછીમારોને ચેતવણી અને મહાનગરોમાં આગાહી

અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે આગામી 4 થી 6 દિવસ સુધી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ વધી શકે છે. માંગરોળના દરિયાકાંઠે નંબર-3ના સિગ્નલ લગાવી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

અમદાવાદ અને ગાંધીનગર જેવા મહાનગરોમાં પણ 26-27 ઓક્ટોબરે ભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને ટ્રાફિકજામની સમસ્યા ઊભી થઈ શકે છે. વહીવટી તંત્રને સાવચેતીના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch