Thu,25 April 2024,9:45 pm
Print
header

કાશ્મીર મામલે UNSC ની બેઠકમાં પાકિસ્તાનને ફટકો, ચીન સિવાયના દેશોએ ભારતનો પક્ષ લીધો

ચીન અને પાકિસ્તાને અવળચંડાઇ કરીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બંધ બારણે બેઠક બોલાવી હતી, જેમાં પાંચ કાયમી સભ્ય દેશોમાંથી ચાર સભ્ય દેશોએ  ભારતનું સમર્થન કર્યુ છે અને માત્ર એક ચીન પાકિસ્તાનની તરફ રહ્યું હતુ, અંદાજે 73 મિનિટ સુધી કાશ્મીર મામલે અહી ચર્ચા થઇ હતી, જેમાં સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનને મોટો ફટકો પડ્યો છે કારણ કે બધા દેશોએ કહી દીધું છે કે આ મુદ્દો ભારત આંતરિક મુદ્દો છે, રશિયાએ ફરીથી દોસ્તી બતાવીને ભારતને સપોર્ટ આપ્યો છે, ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકાએ પણ પાકિસ્તાનને ઝટકો આપ્યો છે, સાથે જ અહી ભારત-પાકિસ્તાન ને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત અકબરૂદ્દી ને કહ્યું કે, કાશ્મીર અને આર્ટીકલ 370 હટાવવાનો મુદ્દો ભારતની અંગત બાબત છે, જેથી ભારત આ મામલે અન્ય કોઇની દખલગીરી નથી ઇચ્છતુ, પહેલા પાકિસ્તાને આતંકવાદ ખતમ કરવો જોઇએ પછી કોઇ બાબતે ચર્ચા થશે, બાકી કાશ્મીર મામલે ભારતની નીતિ સ્પષ્ટ છે.

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch