Fri,19 April 2024,12:30 pm
Print
header

ગુજરાતમાં આજથી અનલોકઃ જાણો આજથી શું રહેશે ખુલ્લુ ?

ગાંધીનગરઃ આજથી ગુજરાતમાં ફરી અનલોક થઇ રહ્યું છે. સરકારે આપેલી છૂટછાટ મુજબ આજથી ગુજરાતમાં ધાર્મિક સ્થળો, બાગ-બગીચાઓ અને જીમ ખુલશે, હોટલમાં 50 ટકા કેપેસિટી સાથે સીટીંગ શરૂ થશે. આજે 11 જૂનના રોજ સવારે 6 વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવ્યાં છે 36 શહેરોમાં જ્યાં પ્રતિબંધ હતો, ત્યાં બગીચાઓમાં લોકો મોર્નિંગ વોક કરતા દેખાયા છે અમદાવાદમાં રિવરફ્રન્ટ પણ શરૂ કરવામાં આવ્યો છે. કોરોનાનું સંક્રમણ માર્ચ મહિનામાં વધતા સુવિધાઓ બંધ કરવામાં આવી હતી લગભગ ત્રણ મહિના જેટલા સમયગાળા દરમિયાન બધુ બંધ હતું. પરંતુ ગુજરાતમાં આજથી સેવાઓ શરૂ ફરીથી ધમધમતી થઈ જશે. 

રેસ્ટોરન્ટ અને હોટલ સવારે 9 થી સાંજે 7 સુધી તેની બેસવાની ક્ષમતાના 50 % સાથે ચાલુ રાખી શકાશે, ટેકઅવે રાત્રે 9 સુધી અને હોમ ડિલિવરી રાત્રે 12 વાગ્યા સુધી થઈ શકશે, તમામ દુકાનો, વાણિજ્યિક એકમો, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્સ, માર્કેટ યાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ આ સમયગાળા દરમિયાન સવારે 9 થી સાંજના 7 સુધી ચાલુ રાખી શકાશે, જીમ્નેશિયમ 50 ટકા કેપેસિટી સાથે ચાલુ રાખી શકાશે.રાત્રી કર્ફ્યૂનો અમલ રાત્રે 9 થી સવારે 7 વાગ્યા સુધીનો રહેશે, જે અગાઉ સવારે 6 વાગ્યા સુધી હતો. 

લાઇબ્રેરી તેની બેઠક ક્ષમતાના 50 ટકા સાથે ચાલુ રાખી શકાશે. રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લાં રહેશે પરંતુ એક સમયે એક સાથે 50 થી વધુ દર્શનાર્થીઓ એકત્રિત ન થાય તેમજ કોરોના એસઓપીનું પાલન થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે, શહેરી બસ સેવાઓ અને એસટી બસ જેવી પબ્લિક બસ સર્વિસ 60% પેસેન્જર ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે, રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો વધુમાં વધુ 50 વ્યક્તિની મર્યાદામાં કરી શકાશે. જે વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જરૂરી પરીક્ષાઓ IELTS, TOEFL વગેરે આપવાના હોય તેવા વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈને આ પરીક્ષાઓ SOP ના પાલન સાથે યોજવાની પણ છૂટ આપી છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch