Sat,20 April 2024,4:31 am
Print
header

અમેરિકાઃ બફેલોના સુપર માર્કેટમાં અધાંધૂધી ગોળીબાર, 10 લોકોનાં મોત - Gujarat Post

યુએસએઃ શનિવારે બપોરે બફેલો શહેરના ટોપ્સ ફ્રેન્ડલી સુપર માર્કેટ સ્ટોરમાં ગોળીબાર થયો હતો. હુમલામાં 13 લોકોને ગોળી વાગી હતી, જેમાં 10 લોકોનાં મોત થઇ ગયા છે. 3 લોકો ઘાયલ થયા છે. મરનારા લોકોમાં એક પોલીસ કર્મી સામેલ છે. જે 13 લોકોને ગોળી મારી તેમાંથી 11 અશ્વેતો છે.જે વિસ્તારમાં ગોળીબાર થયો છે ત્યાં અશ્વેત લોકો વધારે રહે છે.

હુમલાખોરની ઓળખ 18 વર્ષના પેટન એસ ગેન્ડ્રોન તરીકે થઈ છે. હેલમેટ પર લાગેલા કેમેરાથી તે પોતે કરેલા હુમલાને લાઈવ સ્ટ્રીમ કરી રહ્યો હતો.તેણે એક બુલેટપ્રુફ જેકેટ પહેરી રાખ્યું હતું. તેને કોર્ટમાં હાજર કરવામાં આવતા ગુનો કર્યો હોવાની કબૂલાત કરી નથી. સ્ટોરની અંદર એક સિક્યુરિટી ગાર્ડે હુમલાખોર પર અનેક ગોળીબાર કર્યાં હતા પણ બુલેટપ્રુફ જેકેટના કારણે તે બચી ગયો હતો, હુમલાખોરે સિક્યુરિટી ગાર્ડની હત્યા કરી હતી. 

એટર્ની જનરલ મેરિક ગારલેન્ડે નિવેદન આપ્યું છે કે, પોલીસ વિભાગ ગોળીબારની ઝડપી તપાસ કરી રહી છે.આ ગોળીબારમાં માર્યાં ગયેલા નિર્દોષ લોકોને ન્યાય મળશે. વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી જિન પિયરેએ કહ્યું કે રાષ્ટ્રપતિ જો બાઈડેનને ફાયરિંગ અને તેના પછીની તપાસ વિશે સતત જાણકારી આપવામાં આવી રહી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch