ગાંધીનગરઃ બજેટ 2026 આજે રજૂ થયું હતું. બજેટ પર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું વડાપ્રધાન મોદીએ હંમેશા સામાન્ય લોકોના હિતને પ્રાધાન્ય આપ્યું છે. વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતા કેન્દ્રીય બજેટ 2026-27 બદલ માનનીય મોદીજીનો હૃદયથી આભાર. માનનીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણને સતત નવમી વાર બજેટ રજૂ કરવા માટે અભિનંદન પાઠવું છું.
કર્તવ્ય ભવનમાં તૈયાર થયેલું આ બજેટ ત્રણ કર્તવ્યો પર ઝોંક આપતું બજેટ છે. તેમાં GYAN એટલે કે ‘ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ’ તથા દિવ્યાંગજનના પીલર્સ મજબૂત થશે. આ ત્રણ કર્તવ્યોમાં સમાજના બધાં જ ક્ષેત્રોને અને દરેક વર્ગને સૌના સાથ, સૌના વિકાસના મંત્રથી આવરી લેવાનો ખૂબ જ સરાહનીય અભિગમ રાખવામાં આવ્યો છે.
બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ડસ્ટ્રીઝ, કટીંગ એજ ટેકનોલોજી, સેમિકન્ડક્ટર, ડેટા સેન્ટર્સ જેવા ક્ષેત્રો પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે અને MSME પર ભાર મૂકવામાં આવ્યો છે તેનાંથી લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગોને મોટો ફાયદો થશે.
માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi જી એ હંમેશા સામાન્ય લોકોના હિતને પ્રાધાન્ય આપ્યું છે. વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતા કેન્દ્રીય બજેટ 2026-27 બદલ માનનીય મોદીજીનો હૃદયથી આભાર. માનનીય નાણાંમંત્રી શ્રીમતી @nsitharaman જી ને સતત નવમી વાર બજેટ રજૂ… pic.twitter.com/QnHjrvIER2
— Bhupendra Patel (@Bhupendrapbjp) February 1, 2026
પૂર્વ ભારતના દાનકુનીથી સુરત સુધીના ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોરથી રાજ્યના વ્યાપાર-ઉદ્યોગ અને ઉત્પાદન ક્ષેત્ર માટે ઝડપી લોજિસ્ટીક્સ સેવાઓ મળતી થશે.
જામનગરનાં ગ્લોબલ ટ્રેડીશનલ મેડિસીન સેન્ટરને અપગ્રેડ કરવાની જાહેરાતથી પરંપરાગત ઔષધિઓના સંશોધનનો વ્યાપ વિશ્વભરમાં થશે. તેમજ, લોથલ અને ધોળાવીરાનો દેશની 15 પુરાતત્વીય વિરાસત ક્લસ્ટર ટુરિઝમ ડેવલપમેન્ટમાં સમાવેશ થયો છે, તેનાંથી પ્રવાસન દ્વારા ગુજરાતમાં વિરાસત ભી, વિકાસ ભી નો અભિગમ સાકાર થશે.
દેશમાં 20 આઇકોનિક પ્રવાસન સ્થળો માટે 10 હજાર ટુરિસ્ટ ગાઇડ તૈયાર કરવાની યોજનાથી ગુજરાતના આઇકોનિક ટુરિસ્ટ પ્લેસીઝમાં સ્થાનિક રોજગારીની તકો વધશે.
આ બજેટ સર્વસમાવેશી, સર્વસ્પર્શીય અને સામાન્યમાં સામાન્ય માનવી સહિત સૌના સર્વગ્રાહી વિકાસ, કલ્યાણ તથા વિકસિત અને આત્મનિર્ભર ભારત માટેના તેમના યોગદાનને વધુ પ્રેરણા આપતું બજેટ છે.
મૃગીકુંડમાં શાહી સ્નાન વખતે પોલીસ સાથે ગેરવર્તન કરવું ભારે પડ્યું, કીર્તિ પટેલ સામે પોલીસ ફરિયાદ | 2026-02-17 18:19:06
T-20 વર્લ્ડકપમાં મોટો ઉલટફેરઃ ઓસ્ટ્રેલિયા ફેંકાયું, ઝિમ્બાબ્વે સુપર- 8માં પહોંચ્યું | 2026-02-17 18:12:46
વિધાનસભામાં દુકાન અને સંસ્થા સુધારા બિલ સર્વાનુમતે પસાર, જાણો શું થશે અસર ? | 2026-02-17 17:56:25
બાંગ્લાદેશને નવી સરકાર મળી, BNP નેતા તારિક રહેમાને વડાપ્રધાન તરીકે શપથ લીધા | 2026-02-17 17:19:06
12 મા ધોરણની બોર્ડ પરીક્ષા, 584 માંથી 581 વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયા, 50 થી વધુ શાળા સ્ટાફ સામે કાર્યવાહી | 2026-02-17 15:32:49
પાકિસ્તાનમાં આતંકવાદી હુમલો, વિસ્ફોટકોથી ભરેલું વાહન ચેકપોસ્ટ સાથે અથડાયું, 11 સુરક્ષા કર્મચારીઓનાં મોત | 2026-02-17 15:05:30
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: હવે 18 પ્રકારના દાખલાઓ ઓનલાઈન મળશે - Gujarat Post | 2026-02-04 17:45:05
NHAI દ્વારા અમદાવાદ- ગોધરા હાઈવેના અપગ્રેડેશન અને જાળવણી માટે ₹391 કરોડનું ટેન્ડર જાહેર | 2026-01-27 18:25:44
GPSC પરીક્ષા અપડેટ: હોલ ટિકિટ જાહેર, જાણો કઈ રીતે ડાઉનલોડ કરશો | 2026-01-20 17:38:53