Tue,23 April 2024,6:40 pm
Print
header

લંડનની કોર્ટે પ્રત્યાર્પણની મંજૂરી આપી, ભાગેડું નીરવ મોદીને લવાશે ભારત

લંડનઃ બેંકને હજારો કરોડનો ચૂનો લગાવનારા નીરવ મોદીના પ્રત્યાર્પણ પર બ્રિટનની કોર્ટમાં અંતિમ સુનાવણી થઈ. જેમાં કોર્ટે આરોપી નીરવ મોદીને ભારત મોકલવાની મંજૂરી આપી દીધી છે. પંજાબ નેશનલ બેંક સાથે અંદાજે 14 હજાર કરોડથી વધારે લોનની છેતરપિંડી કરનાર આરોપી નીરવ મોદી અત્યારે લંડનની વાંડ્સવર્થ જેલમાં બંધ છે.

સુનાવણી દરમિયાન કોર્ટમાં જજે કહ્યું કે, નીરવ મોદીને ભારત મોકલવામાં આવશે તો એવું નથી કે ત્યાં ન્યાય નહીં મળે. કોર્ટે નીરવ મોદીની માનસિક સ્થિતિ સારી ન હોવાની વાતને પણ ફગાવી દીધી છે. કહ્યું છે કે એવું લાગતું નથી કે તેને કોઈ તકલીફ હોય. કોર્ટે મુંબઈની આર્થર રોડ જેલના બેરેક નંબર 12 ને નીરવ મોદી માટે પરફેક્ટ ગણાવી છે. તે સાથે જ કહ્યું છે કે, ભારતમાં પ્રત્યર્પણ થશે તો તેને ત્યાં ન્યાય મળશે જ.

નીરવ મોદીને પ્રત્યર્પણ કરી ભારત લાવવા માટે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. કોર્ટના ચુકાદા બાદ આ અંગે અંતિમ મંજૂરી માટે આ કેસ બ્રિટનના ગૃહમંત્રી પ્રીતિ પટેલ પાસે જશે. જ્યારે આ અંગે અંતિમ મંજૂરી મળી જશે. નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ બેંક અધિકારીઓ સાથે મળીને પંજાબ નેશનલ બેંક સાથે અંદાજે રૂપિયા 14 હજાર કરોડથી વધારે લોનની છેતરપિંડી કરી હતી. છેતરપિંડી ગેરન્ટી પત્ર મારફતે કરવામાં આવી હતી. તેની ઉપર ભારતમાં બેંકને લગતી ગેરરીતિ અને મની લોન્ડ્રિંગ હેઠળ બે મુખ્ય કેસ CBI અને ED એ દાખલ કરેલા છે. ઉપરાંત અન્ય કેસમાં પણ તેની સામે ભારતમાં કેસ નોંધાયેલ છે. નીરવ મોદીએ તેના પ્રત્યાર્પણના આદેશ સામે બ્રિટનની કોર્ટમાં સ્ટે માગ્યો હતો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch