(File Photo)
લંડનઃ કોરોના વાયરસ સામે બ્રિટનની લડાઇ ઇતિહાસની સૌથી મોટી નિષ્ફળતા પૈકીની એક રહી હોવાનો દાવો છે. છેલ્લા 100 વર્ષમાં તે સૌથી મોટી સ્વાસ્થ્ય સમસ્યા બનીને સામે આવી છે, તેણે સરકારી મશીનરીની પોલ ખોલી નાંખી છે, રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે.કોમન સાયન્સ એન્ડ ટેક્નોલોજી કમિટી તથા હેલ્થ એન્ડ કેયર કમિટીનો રિપોર્ટ 50થી વધુ સાક્ષીઓની જુબાની પર આધારિત છે.જેમાં પૂર્વ સ્વાસ્થ્ય સચિવ મેટ હેનકોક, અનેક વૈજ્ઞાનિક તથા સલાહકારો સામેલ છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે કોરોના મહામારી સામે સરકારનું વલણ ખૂબ જ શિથિલ રહ્યું, જેને કારણે લોકો મોતના મુખમાં ધકેલાયા. સરકારની બેદરકારીને કારણે કોરોનાની શરૂઆતમાં જ મૃત્યુ દર વધી ગયો, અન્ય દેશોની તુલનામાં બ્રિટનનું પ્રદર્શન સૌથી ખરાબ રહ્યું. કોરોના સંક્રમણને કારણે અન્ય દેશોમાં લોકડાઉનની જાહેરાત થઈ હતી, ત્યારે પણ બ્રિટન સરકારે લોકડાઉન નહોતું લગાવ્યું. તે વખતે પ્રધાનમંત્રી બોરીસ જોનસને 23 માર્ચ બાદ લોકડાઉન લગાવવાની જાહેરાત કરી હતી ઉપરાંત કોરોનાનો સામનો કરવા બનાવાયેલી કમિટી સાથે બે મહિના બાદ બેઠક કરી હતી. જેને કારણે હાલત વધુ બગડી અને મૃત્યુદર વધી ગયો.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે બ્રિટને સૌથી પહેલા કોરોના ટેસ્ટ કિટ વિકસિત કરી હોવા છતાં અહીં હાલત સૌથી ખરાબ રહી.જે સરકારી અધિકારી તથા વૈજ્ઞાનિક પણ આ મહામારીના સંભવિત નુકસાનની ભાળ મેળવવામાં નિષ્ફળ રહ્યાં હોવાનું સાબિત કરે છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
રશિયા પર આતંકી હુમલોઃ શૌચાલયમાંથી મળ્યાં 28 મૃતદેહો, રશિયામાં રાષ્ટ્રીય શોક જાહેર- Gujarat Post | 2024-03-24 12:56:01
6.9 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, પાપુઆ ન્યુ ગિનીમાં તીવ્ર ભૂકંપથી ધરા ધ્રૂજી ઉઠી | 2024-03-24 08:39:33