Sat,20 April 2024,11:11 am
Print
header

બળવાખોરો પર વરસ્યા ઉદ્ધવ ઠાકરે, કહ્યું શિવસેના ન છોડવાની કસમ ખાનારા ભાગ્યા- Gujarat Post

શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે બેઠક યોજાશે

ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીના પદાધિકારીઓની બેઠકમાં ફરી એકવાર ઈમોશનલ કાર્ડ ખેલ્યું 

મુંબઇઃ સીએમ ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીના પદાધિકારીઓની બેઠકમાં ફરી એકવાર ઈમોશનલ કાર્ડ ખેલ્યું છે. તેમણે કહ્યું કે જેઓ ગઈકાલ સુધી કહેતા હતા કે અમે મર્યાં પછી પણ શિવસેના નહીં છોડીએ.આજે તેઓ અમને છોડીને જતા રહ્યાં છે. તેમણે કહ્યું કે ઠાકરે અને શિવસેનાના નામનો ઉપયોગ કર્યાં વિના હવે આ બધા લોકોએ જનતા વચ્ચે રહીને બતાવવું જોઈએ. આ બળવાખોર ધારાસભ્યોએ શિવસેનાને તોડવાનું કામ કર્યું છે.

ઉદ્ધવે ચેતવણી આપતા કહ્યું કે જેમણે સાથ છોડી દીધો છે. તેઓ મારા ફોટાનો ઉપયોગ કર્યા વિના જાહેરમાં ફરીને બતાવે. શિવસેનાના પદાધિકારીઓની બેઠકમાં ઉદ્ધવ ઠાકરેની સાથે આદિત્ય ઠાકરે હાજર હતા, અમે સત્તાના લોભી નથી, સત્તા આવે છે અને જાય છે.

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમ વચ્ચે અજિત પવારે પત્રકાર પરિષદ કરી કહ્યું કે એનસીપીનું સંપૂર્ણ સમર્થન ઉદ્ધવ ઠાકરેની સાથે જ છે. સીએમ શિવસેનાના છે અને જો કોંગ્રેસ અને એનસીપીનું સમર્થન હોય તો સરકાર બહુમતીમાં છે. સરકાર બહુમતીમાં હોય તો તેમને નિર્ણય લેવાનો પૂરો અધિકાર છે. સાંજે શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે બેઠક યોજાશે.મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ વારંવાર કહ્યું છે કે તેમને મુખ્યમંત્રી બનાવવા પાછળ શરદ પવારનો સૌથી મોટો હાથ છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch