Wed,24 April 2024,11:17 pm
Print
header

કેનેડામાં દરિયામાં ન્હાવા પડેલા ભાઈને બચાવવા જતાં બીજો ભાઈ પણ ડૂબ્યો, માતા-પિતા કેનેડા જવા રવાના- Gujarat Post

(બંને ભાઈઓની ફાઈલ તસવીર)

  • ગુજરાતીઓમાં હાલ કેનેડા જવાનો વધારે છે ક્રેઝ
  • કેનેડામાં દરિયામાં ન્હાવા પડેલા મહેસાણાના યુવકનું ડૂબી જતા મોત
  • ડૂબતા ભાઈને બચાવવા કૂદેલા ભાઈની હાલત પણ ગંભીર
  • ઘટનાની જાણ માતા-પિતાને થતાં કેનેડા જવા રવાના

મહેસાણા: ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓમાં હાલ કેનેડા જવાનો ક્રેઝ છે. કેનેડામાંથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યાં છે. મહેસાણાના રહેવાસી બે યુવાનો પાણીમાં ડૂબ્યા હોવાના અહેવાલ છે. પહેલા એક ભાઈ દરિયામાં ડૂબ્યો હતો, ડૂબતા ભાઈને બચાવવા જતા બીજો ભાઈ પણ ડૂબ્યો હતો. પહેલા ઝરીન બારોટ નામનો યુવાન ડૂબ્યો હતો. બીજા ભાઈની હાલત ગંભીર હોવાની વાત સામે આવી છે. આ ઘટનાની જાણ મહેસાણામાં રહેતા તેમના માતા-પિતાને થતા તેઓ તાત્કાલિક કેનેડા જવા રવાના થયા છે. ઘટનાની વધુ વિગત મેળવવામાં આવી રહી છે.

ટોરન્ટોમાં ભારતીય વિદ્યાર્થીની હત્યા કરનારાના શંકાસ્પદની ધરપકડ

ટોરન્ટો પોલીસે મંગળવારે જણાવ્યું કે, કેનેડામાં 21 વર્ષીય વિદ્યાર્થી કાર્તિક વાસુદેવને ગોળી મારીને હત્યા કરનાર શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તે કેનેડા ગયો હતો. કાર્તિકની ગુરુવારે સાંજે સેન્ટ જેમ્સમાં શેરબોર્ન ટીટીસી સ્ટેશનના ગ્લેન રોડ પ્રવેશદ્વાર પર ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. નગર. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

ટોરોન્ટોના પોલીસ વડા જેમ્સ રેમારે પત્રકારોને જણાવ્યું કે, "કાર્તિક શેરબોર્ન સબવે સ્ટેશનની બહાર જ હતો ત્યારે એક અજાણ્યો વ્યક્તિ તેની પાસે આવ્યો હતો તેણે અનેક ગોળી ચલાવી હતી, જેમાં તેનું મૃત્યુ થયું હતું." પોલીસે શંકાસ્પદની ઓળખ રિચાર્ડ જોનાથન એડવિન તરીકે કરી હતી. જેના પર અન્ય વ્યક્તિની હત્યા કરવાનો આરોપ છે.  

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch