Sun,16 November 2025,6:12 am
Print
header

દક્ષિણ ચીન સાગરમાં અમેરિકાના બે એરક્રાફ્ટ દુર્ઘટનાગ્રસ્ત, નેવીનું હેલિકોપ્ટર અને ફાઇટર જેટ ક્રેશ

  • Published By dilip patel
  • 2025-10-27 10:49:34
  • /

બેઇજિંગઃ દક્ષિણ ચીન સાગરમાં બે મોટી દુર્ઘટનાઓ થઈ છે. અલગ-અલગ ઘટનાઓમાં અમેરિકી નૌસેનાનું એક હેલિકોપ્ટર અને એક લડાકુ વિમાન ક્રેશ થયું હતું. જો કે, આ બંને એરક્રાફ્ટના પાઇલટ અને ક્રૂને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યાં હતા. અમેરિકી નૌસેનાના પ્રશાંત ફ્લીટ તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર, આ બંને બનાવ અંગે તપાસ શરૂ કરી દેવાઇ છે.

અમેરિકી નૌસેનાએ સોશિયલ મીડિયા પર એક નિવેદન બહાર પાડીને જણાવ્યું કે રવિવારે બપોરે નૌસેનાના એરક્રાફ્ટ કેરિયર યુએસએસ નિમિટ્ઝ પરથી નિયમિત અભિયાન માટે નીકળેલું એમએચ-60 આર સીહોક હેલિકોપ્ટર દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. આ દુર્ઘટના સ્થાનિક સમય અનુસાર બપોરે લગભગ 2.45 વાગ્યે થઈ હતી. રાહત-બચાવ અભિયાન દરમિયાન તમામ ત્રણ ક્રૂ સભ્યોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. નૌસેનાના જણાવ્યાં અનુસાર, હેલિકોપ્ટરનું સંચાલન મેરીટાઇમ સ્ટ્રાઇક સ્ક્વોડ્રનની બેટલ કેટ્સ ટીમ કરી રહી હતી.

આ ઘટનાના લગભગ અડધા કલાક પછી જ, 3.15 વાગ્યે યુએસએસ નિમિટ્ઝ પરથી ઉડાન ભરનારું એફ-એ-18એફ સુપર હોર્નેટ લડાકુ વિમાન પણ ક્રેશ થઈ ગયું હતું. આ લડાકુ વિમાન સ્ટ્રાઇક ફાઇટર સ્ક્વોડ્રનની ફાઇટિંગ રેડકોક્સ ટીમ પાસે હતું. દુર્ઘટના દરમિયાન તેના પાઇલટ સફળતાપૂર્વક બહાર નીકળવામાં સફળ થયા અને તેમને બચાવી લેવાયા હતા.

અમેરિકી નૌસેનાના જણાવ્યા અનુસાર, નિમિટ્ઝ પશ્ચિમી કિનારે પરત ફરતા પહેલા તેની અંતિમ તૈનાતીના પરત આવવાના તબક્કામાં છે. આ વિમાનવાહક જહાજ, તેના ક્રૂ અને એર વિંગ, 26 માર્ચે પશ્ચિમી કિનારેથી રવાના થયા હતા. આ વિમાનવાહક જહાજ, વેપારી જહાજો પર હુતીઓના હુમલાઓ વિરુદ્ધ જવાબી કાર્યવાહીના ભાગરૂપે, મોટાભાગના સમય સુધી પશ્ચિમ એશિયામાં સેવા આપી રહ્યું હતું. આ વિમાનવાહક જહાજ 17 ઓક્ટોબરે દક્ષિણ ચીન સાગરમાં પ્રવેશ્યું હતું.

નોંધનીય છે કે દક્ષિણ ચીન સાગરના એક મોટા ભાગ પર ચીન પોતાનો દાવો કરતું આવ્યું છે. આ સાગરને લઈને તેના પૂર્વીય એશિયાના અનેક દેશો સાથે સંઘર્ષ પણ રહ્યાં છે.  

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch