Wed,16 July 2025,7:15 pm
Print
header

અમેરિકામાં બે સાંસદોને ઘરમાં ઘૂસીને ગોળી મારવામાં આવી, એક મહિલા સાંસદ અને તેમના પતિનું મોત

  • Published By Mahesh patel
  • 2025-06-15 07:52:19
  • /

અમેરિકાઃ મિનેસોટામાં સનસનીખેજ ઘટના બની છે, અહીં બે સાંસદો પર તેમના ઘરોમાં ઘૂસીને ફાયરિંગ કરવામાં આવ્યું છે, સ્ટેટ સેનેટર જોન હોફમેન અને સ્ટેટ રિપ્રેઝેન્ટેટીવ મેલિસા હોટમેનના ઘર પર મોટો હુમલો થયો છે. જેમાં સાંસદ અને મેલિસા અને તેમના પતિનું મોત થઇ ગયું છે.

ફાયરિંગમાં બીજા સાંસદ જોન હોફમેન અને તેમના પત્ની ઘાયલ થયા છે, તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હુમલાખોરો પોલીસ વર્દીમાં આવ્યાં હતા અને તેમને આ ઘટનાને અંજામ આપ્યો હતો.

મૃતક મેલિસા ડેમોક્રેટીક પાર્ટીના સિનિયર નેતા હતા. તેઓ 2004 માં પ્રથમ વખત ચૂંટાઇ આવ્યાં હતા અને હાલમાં પણ તેઓ સાંસદ હતા. તેઓ અત્યારે મિનિયાપોલિસ વિસ્તારના પ્રતિનિધી હતા. પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch