નવી દિલ્હી: ટ્વિટરે આઈટી મંત્રાલયને અનુરોધ કર્યો છે કે તેઓ કંપનીને નવા દિશા નિર્દેશ લાગુ કરવા માટે ત્રણ મહિનાનો સમય આપે. કથિત કૉંગ્રેસ ટુલકિટ વિવાદ સંબંધિત આ સપ્તાહની શરુઆતમાં દિલ્હી અને ગુરુગ્રામમાં ટ્વિટર કાર્યાલય પર પોલીસે દરોડા પાડ્યા હતા.
કંપની ભારતમાં લાગુ કાયદાના પાલન માટે પ્રયત્નશીલ રહેશે તેના પર ભાર મૂકતા ટ્વિટર ( Twitter ) ના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું છે કે અમે ભારતમાં અમારા કર્મચારીઓ વિશે તાજેતરની ઘટનાઓ અને તે માટે અભિવ્યક્તિની સ્વતંત્રતાની સંભાવનાથી ચિંતિત છીએ.
આઇટી મંત્રાલયે ફેસબુક, ટ્વિટર, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ જેવી સોશિયલ મીડિયા(Social Media) કંપનીઓને તાત્કાલિક નવા ડિજિટલ નિયમોનું પાલન કરવાની સ્થિતિ અંગેનો સ્ટેટસ રિપોર્ટ આપવા જણાવ્યું છે. બુધવારથી નવા નિયમો અમલી બન્યાં છે. આ કંપનીઓએ ઈ-મેલ દ્વારા આ મામલે પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપ્યાં નથી.
વોટ્સએપ દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યું
વોટ્સએપે સરકારના નવા ડિજિટલ નિયમોને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યાં છે. વોટ્સએપ કહે છે કે એન્ક્રિપ્ટેડ સંદેશાઓ અંગે એક્સેસ આપવાથી પ્રાઈવસીનો ભંગ થશે.જ્યારે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું છે કે ભારતે જે પણ પગલાં સૂચવ્યાં છે તેનાથી વોટ્સએપની સામાન્ય કામગીરીને અસર નહીં થાય. ઉપરાંત સામાન્ય વપરાશકર્તા પર તેની કોઈ અસર નહીં પડે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38