Sat,20 April 2024,4:03 am
Print
header

US, ફ્રાંસ, જર્મની સહિત 10 દેશોના રાજદૂતોને તુર્કીએ હાંકી કાઢ્યા

ભારત વિરોધી નિવેદનો આપી ચુકેલા તુર્કીનું વધુ એક કારસ્તાન, વારંવાર બોલે છે પાકિસ્તાનના પક્ષમાં 

(File Photo of Turki President)

તુર્કીઃ રાષ્ટ્રપતિ રેસેપ તઈપે અર્ગોદને અમેરિકા, ફ્રાંસ અને જર્મની સહિત 10 દેશોના રાજદૂતોને તેમનો દેશ છોડવાનો આદેશ આપ્યો છે. તુર્કી સરકારે આ દેશોને અસ્વીકાર્ય દેશ જાહેર કર્યાં છે. આ રાજદૂતોએ તુર્કીની જેલમાં બંધ એક સમાજ સેવકને મુક્ત કરવાની અપલી કરી હતી. જેની સામે તુર્કી નારાજ થઇ ગયું છે.

અમેરિકા, ફ્રાંસ સહિત 10 દેશોના રાજદૂતોએ તુર્કીને કહ્યું કે, ઉસ્માન કવાલા દોષી ન હોવા છતાં તેમને 2017થી જેલમાં બંધ રાખવામાં આવ્યાં છે.તેની સામે નારાજ તુર્કીના રાષ્ટ્રપતિ અટોર્ગેેને નિવેદન બહાર પાડીને તેમને અશિષ્ટ ગણાવીને રાજદૂતોને પર્સોના નોન ગ્રાટા જાહેર કરી દીયા છે. આ લોકો તુર્કીને ઓળખવા, સમજવા અને જાણવામાં નિષ્ફળ ગયા છે. જે લોકો તુર્કીને નહીં સમજે તેઓ બહાર જઈ શકે છે.

તુર્કીએ જે રાજદૂતોને બહાર કર્યાં છે તેમાં અમેરિકા, ફ્રાંસ, જર્મની ઉપરાંત નેધરલેંડ, કેનેડા, ડેનમાર્ક, સ્વીડન, ફિનલેંડ, નોર્વે અને ન્યૂઝીલેન્ડના રાજદૂત સામેલ છે. કોઈ યજમાન દેશ રાજદૂતને તેમના દેશમાં રહેવાની ના પાડી દે ત્યારે પર્સોના નોન ગ્રાટાનો ઉપયોગ થાય છે. ત્યારે આ વિવાદ હવે વધવાની શક્યતા છે.નોંધનિય છે કે તુર્કી જમ્મુ-કાશ્મીર મામલે પાકિસ્તાનની સાથે છે અનેક વખત તે ભારત વિરોધી નિવેદનો આપી ચુક્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch