Wed,24 April 2024,8:55 am
Print
header

ટ્વિટરે ટ્રમ્પનું ટ્વિટર હેન્ડલ કામચલાઉ રીતે કર્યું સ્થગિત, કોરોનાને લઈ આપી હતી ભ્રામક માહિતી

વોશિંગ્ટનઃ ટ્વિટરે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ કામચલાઉ સ્થગિત કરી દીધું છે. ટ્રમ્પના ટ્વિટર હેન્ડલ પરથી કોરોના મહામારીને લઈને ભ્રામક માહિતી વાળા ટ્વિટને મુખ્ય કારણ બતાવવામાં આવ્યું છે. ટ્વિટરે આરોપ લગાવ્યો છે કે ટ્રમ્પના એકાઉન્ટ પરથી કોરોના મહામારીને સંબંધિત જે ભ્રામક માહિતી આપવામાં આવે છે તે અમારી કંપનીના ધોરણો અનુરુપ નથી.

ટ્વિટરના પ્રવક્તાએ જણાવ્યું કે ટ્રમ્પ કોરોના વાઈરસને લઈ ટ્વિટ કરીને ખોટી માહિતી ફેલાવે છે. જે મહામારીને લઈને કંપની દ્વારા અપનાવાયેલા ધોરણોનું પાલન કરતું નથી. ટ્રમ્પનું ટ્વિટ અમારી માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરતું હતું.

તેમણે વધુમાં જણાવ્યું કે ટ્રમ્પે એક વીડિયો ટ્વિટ કર્યો છે, જેમાં ફોક્સ ન્યુઝની વીડિયો ક્લિપ છે અને તે વધુ ભ્રામક છે. તેથી અમે તેમનું ટ્વિટર એકાઉન્ટ બંધ કર્યું છે જેથી તેઓ આવી ખોટી અને ભ્રામક સૂચનાઓ ફેલાવી રહ્યાં હતા. આ પહેલા ફેસબૂકે પણ ટ્રમ્પના આવા વીડિયો પર પ્રતિબંધ મૂક્યો હતો.

ખરેખર, ટ્રમ્પે ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરીને લખ્યું હતું કે કદાચ તમે બાળકોની વાત કરો તો મારા હિસાબે બાળકોને કોરોના લગભગ થઈ શક્તો નથી, કારણ કે બાળકોમાં કોરોના બિમારી સામેની રોકપ્રતિકારક ક્ષમતા ઘણી વધારે હોય છે. જ્યારે આંકડાઓ પ્રમાણે અત્યાર સુધી વધારેમાં વધારે બાળકો જ કોરોના મહામારીની શિકાર બન્યાં છે. જે ડોનાલ્ડ ટ્રમ્પના દાવાથી બિલકુલ ઉલટું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch