Thu,25 April 2024,6:05 pm
Print
header

હવે ટ્રમ્પ ફરી કરશે ટ્વિટ, મસ્કે કહ્યું ટ્રમ્પ પર લગાવેલા ટ્વિટર પ્રતિબંધ હટાવીશું- Gujarat Post

(file photo)

ફાઇનાન્સિયલ ટાઇમ્સ ફ્યૂચર ઑફ ધ કાર કોન્ફરન્સ'ને સંબોધિત કરતી વખતે મસ્કે કહી આ વાત

યુએસ કેપિટલ પર હુમલા વખતે ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ કરાયું હતું સસ્પેન્ડ

ટ્રમ્પના 88 મિલિયનથી વધુ ફોલોઅર્સ 

વોશિંગ્ટનઃ ટેસ્લાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) એલોન મસ્કે કહ્યું છે કે કંપની પૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર ટ્વિટરનો કાયમી પ્રતિબંધ હટાવી લેશે ટ્વિટરને હસ્તગત કર્યાં બાદ યોજનાનું અમલીકરણ કરી રહેલા મસ્કે વીડિયો કોન્ફરન્સ દ્વારા ફાઇનાન્સિયલ ટાઇમ્સ ફ્યૂચર ઑફ ધ કાર કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે આ વાત કહી હતી.  

યુએસના સંસદ હાઉસ પર 6 જાન્યુઆરીના હુમલા પછી તરત જ ટ્રમ્પને ટ્વિટર પરથી કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા. ટ્વિટરે તેના નિર્ણયમાં "વધુ હિંસા ઉશ્કેરવાનું જોખમ" ટાંક્યું હતું. ત્યારે ટ્રમ્પના સમર્થનમાં આ હુમલો થયો હતો અને તેમને પણ સમર્થકોને પ્રોત્સાહિત કર્યાં હતા.

ટ્વિટરે હજુ સુધી મસ્કની ટિપ્પણીનો જવાબ આપ્યો નથી અને ટ્રમ્પના પ્રવક્તા તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. ટ્રમ્પના કાર્યકાળના અંત પહેલા તેમનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું, સોશિયલ મીડિયા કંપનીઓએ શક્તિશાળી વૈશ્વિક નેતાઓના એકાઉન્ટને કેવી રીતે નિયંત્રિત કરવું જોઈએ તે અંગેની ચર્ચા પછી કાર્યવાહી કરવામાં આવી હતી.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch