નવી દિલ્હીઃ છત્તીસગઢ કેડરના 2022 બેચના એક ટ્રેની આઈપીએસ અધિકારી અને બે પોલીસકર્મીઓ વિરુદ્ધ ગંભીર લાંચનો આરોપ લાગ્યો છે. આરોપ છે કે સાયબર ફ્રોડના એક કેસમાં મદદ કરવા માટે એક કરોડ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી અને લેવામાં નાણાં બે હપ્તામાં લેવામાં આવ્યાં હતા.હવે આ કેસ દિલ્હીની એક સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં પહોંચી ગયો છે. કોર્ટે છત્તીસગઢના પોલીસ મહાનિર્દેશક અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનના ડિરેક્ટર પાસે એક્શન ટેકન રિપોર્ટ માંગ્યો છે.
ફરિયાદમાં આરોપીઓએ ટ્રેની IPS અધિકારી રાહુલ બંસલ, આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટર પ્રવીણ કુમાર રાઠોડ અને કોન્સ્ટેબલ અંશુલ શર્મા નામો છે. ફરિયાદકર્તાએ કોર્ટ સમક્ષ લેવડદેવડ સાથે જોડાયેલા ડિજિટલ પુરાવા રજૂ કર્યા છે, જેમાં વોટ્સએપ ચેટ અને કોલ રેકોર્ડિંગ સામેલ છે. આ પુરાવાને આધારે કોર્ટે બંને ઉચ્ચ અધિકારીઓ પાસે વિગતવાર ATR માંગ્યો છે, જેમાં અત્યાર સુધી લેવાયેલા પગલાંની પૂરી વિગત માંગવામાં આવી છે.
રાહુલ બંસલ IPSમાં આવ્યાં તે પહેલા ઈનકમ ટેક્સ ઈન્સ્પેક્ટર પદ પર કાર્યરત હતા. IPS ટ્રેનિંગ પૂરી કર્યા પછી તેમની પ્રથમ ફીલ્ડ પોસ્ટિંગ છત્તીસગઢના સરગુજા જિલ્લામાં સિવિલ સર્વિસ પોલીસ તરીકે થઈ હતી. આ પ્રથમ પોસ્ટિંગ દરમિયાન જ સાયબર ફ્રોડ સાથે જોડાયેલા કેસમાં લાંચ લીધી હોવાનો આરોપ છે.
ફરિયાદમાં આગળ જણાવાયું છે કે એક કરોડ રૂપિયાની ચૂકવણી એકસા થે કરવામાં આવી ન હતી. પરંતુ મે 2026માં બે હપ્તામાં 50-50 લાખ રૂપિયા હવાલા દ્વારા ટ્રાન્સફર કરવામાં આવ્યાં હતા. ફરિયાદકર્તાએ આ લેવડદેવડ અને આરોપી પક્ષો વચ્ચે થયેલી વાતચીતના ડિજિટલ પુરાવા કોર્ટમાં જમા કરાવ્યાં છે. તેમાં વોટ્સએપ પર થયેલી વાતચીતના સ્ક્રીનશોટ અને કોલ રેકોર્ડિંગ સામેલ છે, જેની કોર્ટે નોંધ લીધી છે.
દિલ્હીની સ્પેશિયલ CBI કોર્ટે આ ફરિયાદને ગંભીરતાથી લેતા છત્તીસગઢના DGP અને CBI ડિરેક્ટર બંને પાસે ATR માંગ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ATRથી એ સ્પષ્ટ થવાની આશા છે કે ફરિયાદ મળ્યાં બાદ આરોપી અધિકારીઓ વિરુદ્ધ અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી છે. રિપોર્ટમાં એ પણ સ્પષ્ટ થશે કે આરોપોની તપાસ શરૂ કરવામાં આવી છે કે નહીં, તપાસ કયા તબક્કે ચાલી રહી છે અને શું કોઈ વચગાળાના પગલાં લેવામાં આવ્યા છે. કોર્ટના આદેશ બાદ હવે છત્તીસગઢ પોલીસ અને CBI બંનેએ આ મામલે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવી પડશે.
બિહારના ભાજપ નેતાનો દાવો, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ હતી, દિશા સલિયાનની હત્યા પણ આ જ બનાવ સાથે જોડાયેલી | 2026-09-16 09:18:27
FACT CHECK: BRICS સમિટમાં વિશ્વના નેતાઓ સાથે PM મોદીનો આ સેલ્ફી ફોટો AI જનરેટેડ છે | 2026-09-15 14:40:35
BRICS 2026: પીએમ મોદીએ મૂક્યો સ્ટાર્ટઅપ ઇનોવેશન ફંડનો પ્રસ્તાવ, કહ્યું આપણે સાથે ચાલવું જોઇએ | 2026-09-13 12:32:43
BRICS સમિટનું સંયુક્ત ઘોષણાપત્ર જાહેર: એક તરફી ટેરિફ અને વેપાર પ્રતિબંધોની આકરી ટીકા કરાઇ | 2026-09-12 18:00:11
BRICS ની શક્તિશાળી તસવીર: PM મોદી, પુતિન અને જિનપિંગ એક સાથે જોવા મળ્યાં | 2026-09-12 17:33:26
ટ્રમ્પનું ફરી ગયું છે... રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા ભારત સહિતના દેશો પર અમેરિકા 100 ટકા ટેરિફ લાદવાની તૈયારીમાં | 2026-09-16 09:31:06
મામલતદાર તો ક્યારેક IT ઓફિસર બનતો ગઠિયો હવે શ્રમ વિભાગના નામે તોડ કરવા જતાં જેલભેગો થયો | 2026-09-14 17:20:01
મેઘરાજાની તોફાની બેટિંગ: સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 240 તાલુકાઓમાં વરસાદ | 2026-09-14 17:11:19
સુરેન્દ્રનગર- રાજકોટમાં વરસાદની આગાહી, અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ | 2026-09-14 17:00:17