Wed,24 April 2024,9:07 am
Print
header

ઈમરાન ખાનના ઘરનો દરવાજો બુલડોઝરથી તોડ઼ી પડાયો, ઈસ્લામાબાદ કોર્ટની બહાર પોલીસ પર થયો પથ્થરમારો

ઈસ્લામાબાદઃ તોશાખાના કેસ મામલે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન શનિવારે ઇસ્લામાબાદમાં હાજર થયા હતા. આ દરમિયાન તેમના સમર્થકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. સ્થિતિ બગડતી જોઈને જજે કહ્યું કે, આવા માહોલમાં કેસની સુનાવણી શક્ય નથી. ન્યાયાધીશે હાજર રહ્યાં બાદ ઇમરાનને પાછા જવાની મંજૂરી આપી હતી. હવે તેમના કેસની સુનાવણી રવિવારે સુપ્રીમ કોર્ટમાં થશે. શનિવારે સવારે ઈમરાન ખાન ઈસ્લામાબાદ જવા રવાના થયા બાદ પોલીસે તેમના ઝમાન પાર્કના ઘરે છાપો માર્યો હતો. પોલીસે ઇમરાનના ઘરનો દરવાજો બુલડોઝરથી તોડીને પ્રવેશ કર્યો હતો. કલાક સુધી ઘરમાં શોધખોળ કર્યાં બાદ પોલીસ પરત ફરી હતી.

ઈસ્લામાબાદ જવા રવાના થતા પહેલા શનિવારે સવારે રૉયટર્સને આપેલા ઈન્ટરવ્યૂંમાં પૂર્વ પીએમે પોતાની ધરપકડની આશંકા વ્યક્ત કરી હતી. ઈમરાને કહ્યું હતુ કે જો મારી ધરપકડ કરવામાં આવશે તો મેં (પીટીઆઈ) સંભાળવા માટે એક સમિતિની રચના કરી છે.પરંતુ ખાને કમિટીમાં સામેલ લોકો વિશે કોઇ જાણકારી આપી ન હતી. પાકિસ્તાનની ઇલેક્ટ્રોનિક મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટી (પીઇએમઆરએ)એ ઇસ્લામાબાદના જ્યુડિશિયલ કોમ્પ્લેક્સમાં ચાલી રહેલા આંદોલનના મીડિયા કવરેજ પર પ્રતિબંધ મૂક્યો હતો. સાથે જ પોલીસે ઈમરાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના 40 કાર્યકર્તાઓની હિંસા ફેલાવવા અને કાયદાકીય કાર્યવાહીમાં દખલ કરવા બદલ ધરપકડ કરી હતી. તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.

ઈસ્લામાબાદ જતા રસ્તામાં કલ્લાર કહાર પાસે ઈમરાનના કાફલાની ત્રણ ગાડીઓ અથડાઈ હતી.આ અકસ્માત હાઈ સ્પીડના કારણે થયો છે. આ જગ્યા રાજધાનીથી લગભગ 135 કિમી દૂર છે. આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ હતા. અકસ્માત બાદ પૂર્વ પીએમે કહ્યું - મને રોકવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. તેઓ મારી ધરપકડ કરવા માગે છે. આ બધું લંડન યોજનાનો એક ભાગ છે. નવાઝ શરીફની માંગ છે કે ઇમરાનને જેલમાં ધકેલી દેવામાં આવે. તેઓ નથી ઇચ્છતા કે હું કોઈ પણ ચૂંટણીમાં ભાગ લઉં. હું કાયદામાં માનું છું, તેથી હું કોર્ટમાં હાજર થવાનો છું.

ઇસ્લામાબાદમાં સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. પાકિસ્તાનના અન્ય શહેરોમાંથી હજારો પોલીસ કર્મચારીઓને સુરક્ષા વ્યવસ્થા માટે ઈસ્લામાબાદ બોલાવવામાં આવ્યાં હતા.

આ પહેલા શુક્રવારે સાંજે લગભગ 6:30 વાગ્યે ઈમરાન ખાન લાહોર હાઈકોર્ટ પહોંચ્યા હતા. અહીં કોર્ટે તેમને 9 કેસમાં પ્રોટેક્ટિવ જામીન આપ્યાં હતા. ખાનને ઇસ્લામાબાદમાં ચાલી રહેલા પાંચ કેસો માટે 24 માર્ચ સુધી જામીન આપ્યાં છે. સાથે જ લાહોરમાં ચાલી રહેલા ત્રણ કેસ માટે તેમને 27 માર્ચ સુધી જામીન મળી ગયા હતા. 14-15 માર્ચના રોજ, ઇમરાનની ધરપકડને લઈને ઝમાન પાર્કની બહાર પીટીઆઈના કાર્યકરો અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch