Thu,25 April 2024,9:14 pm
Print
header

Tokyo Olympics: ભારતને વધુ એક મેડલની આશા, કમલપ્રીત કૌર ડિસ્કસ થ્રોમાં પહોંચી ફાઈનલમાં

ટોક્યોઃ ઓલમ્પિકનો આજે 9 મો દિવસ છે. ડિસ્કસ થ્રો ક્વાલિફિકેશન ગ્રુપ બીમાં કમલપ્રીતે જબરદસ્ત પ્રદર્શન કરતા ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. કમલપ્રીત ભારતને મેડલ અપાવવાની નજીક છે. પહેલા પ્રયાસમાં તેમણે 60.29 મીટરનો થ્રો કર્યો હતો, બીજા પ્રયાસમાં 63.97 મીટર દૂર ડિસ્ક ફેંકી હતી. એથ્લેટિક્સમાં ભારતના મેડલની આશા બચી છે. તિરંદાજી અને બોક્સિંગમાં ભારતને નિરાશા મળી છે. તીરંદાજ અતનુ દાસ અને બોક્સર અમિત પંધલ હારી બહાર થયા છે, બંન્ને પ્રી ક્વાર્ટર ફાઈનલ મેચમાં હાર્યા છે.

મહિલા ડિસ્ક થ્રોની ફાઇનલ 2 ઓગસ્ટના રોજ યોજાશે. કમલપ્રીત કૌર ગ્રુપ બીમાં એકંદરે બીજા સ્થાને રહી હતી.અમેરિકાના વલારી ઓલમેને 66.42 મીટર સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે. કમલપ્રીત કૌર પંજાબના મુક્તસર સાહિબ જિલ્લામાંથી આવે છે. તેમણે પટિયાલામાં આયોજિત 24માં ફેડરેશનલ કપ સીનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પોતાની પહેલા અને એક માત્ર પ્રયાસથી 65.06 મીટર ચક્કા ફેંકીને ટોક્યો 2020 માટે પોતાનું સ્થાન નક્કી કરી લીધું હતુ, ટોક્યો ઓલિમ્પિકની મહિલા વેઇટલિફ્ટર મીરાંબાઇ ચાનુએ સિલ્વર મેડલ જીત્યો. મહિલા મુક્કેબાજ લવલીનાએ સેમીફાઇનલમાં પહોંચીને મેડલની આશા જીવંત કરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch