ટોકયોઃ ઓલિમ્પિકમાં ભારતીય બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ મોટી સિદ્ધી મેળવી છે. સિંધુએ બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે. સિંધુએ પ્રથમ ગેમ 21-13થી જીતી લીધી છે. બીજી ગેમ પણ પીવી સિંધુએ 21-15થી જીતી બ્રોન્ઝ મેડલ પોતાને નામ કર્યો છે.
ટોક્યો ઓલિમ્પિકમાં પીવી સિંધુએ બ્રોન્ઝ મેડલ મુકાબલામાં ચીની ખેલાડીને હરાવીને આ ઉપલબ્ધિ હાંસિલ કરી છે. સિંધુ ઓલિમ્પિકમાં સતત બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે. ભારત માટે ઓલિમ્પિકમાં આ બીજો મેડલ છે. સિંધુની આ ઉપલબ્ધિ સમગ્ર દેશમાં ખુશીને લહેર છે. આ મેચમાં શરુઆતથી જ દબદબો બનાવી રાખ્યો હતો અને પ્રથમ સેટમાં ચીની ખેલાડીને 21-13થી હરાવીને પકડ મજબૂત કરી હતી. બાદમાં તેણે શાનદાર પ્રદર્શન કરતા મેડલ પોતાના નામે કર્યું છે.
બોક્સર સતીશ કુમાર હેવીવેઇટમાં વિશ્વના નંબર વન જલોલોવ બખોદિરી સામે હાર્યા બાદ મેડલની રેસમાંથી બહાર થઈ ગયા છે. ઉઝબેકિસ્તાનના જલોલોવ બખોદિરીને પ્રથમ રાઉન્ડમાં તમામ જજોએ 10-10 અંક આપ્યા હતા. બીજા રાઉન્ડમાં પણ નિર્ણય બકોદિરીની તરફેણમાં હતો. તેણે ત્રીજા રાઉન્ડમાં સરળતાથી જીત મેળવી હતી. છેલ્લી મેચમાં સતીશ ઘાયલ થયો હતો. પહેલા એવા પણ સમાચાર હતા કે તેને ક્વાર્ટર ફાઇનલ માટે રિંગમાં પ્રવેશવાની મંજૂરી નહીં મળે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44