Tue,23 April 2024,11:28 pm
Print
header

Tokyo Olympics: રેસલર બજરંગ પુનિયાએ જીત્યો બ્રોન્ઝ મેડલ, કઝાકિસ્તાનના પહેલવાનને 8-0થી હરાવ્યો

ટોક્યોઃ ભારતીય કુસ્તીબાજ બજરંગ પુનિયાએ દેશને વધુ એક મેડલ અપાવ્યો છે. પુનિયાએ કઝાકિસ્તાનના ખેલાડીને 8-0થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના ખાતામાં અત્યાર સુધીમાં 6 મેડલ આવ્યાં છે. જેમાં બે સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારત મેડલ ટેલીમાં 66માં ક્રમે છે. અમેરિકા 31 ગોલ્ડ, 36 સિલ્વર અને 31 બ્રોન્ઝ એમ 98  મેડલ સાથે પ્રથમ ક્રમે છે. ચીન 36 ગોલ્ડ, 26 સિલ્વર અને 17 બ્રોન્ઝ મળી કુલ 79 મેડલ સાથે બીજા ક્રમે છે.જાપાન 24 ગોલ્ડ, 11 સિલ્વર અને 16 બ્રોન્ઝ એમ મળી કુલ 51 મેડલ સાથે ત્રીજા ક્રમ પર છે.

બજરંગ પુનિયાની સેમી ફાઇનલમાં હાર થઈ હતી

ભારતીય કુસ્તીબાજ બજરંગ પુનિયાની સેમી ફાઇનલમાં હાર થઈ હતી.65 કિલોગ્રામ વર્ગની ફ્રી સ્ટાઇલ સેમિફાઇનલમાં અઝરબેઝાનના હાજી આલિએવ સામે પુનિયાનો 5-12થી પરાજય થયો હતો. અગાઉ બજરંગ પુનિયાની ક્વાર્ટર ફાઈનલમાં જીત થઈ હતી. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch