Wed,24 April 2024,8:33 pm
Print
header

દિલ્હી એરપોર્ટ પર ટોકયો ઓલિમ્પિક વિજેતાઓનું ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત

નવી દિલ્હીઃ ટોકયો ઓલિમ્પિક 2020 મા મેડલ લાવીને દેશનું નામ રોશન કરનાર નીરજ ચોપરા, રવિ દહિયા, બજરંગ પૂનિયા અને બંને હોકી ટીમ દિલ્હી પહોંચી છે. એરપોર્ટ પર ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ, ગોલ્ડન બોય નીરજ ચોપરા સાથે સેલ્ફી લેવા માટે ફેન્સ પહોંચ્યા હતી. ઢોલ-નગારા સાથે તમામ ખેલાડીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતુ.

ગોલ્ડન બોય નીરજ ચોપરાના સ્વાગત માટે  મોટી સંખ્યામાં ફેન્સ દિલ્હી એરપોર્ટ ખાતે પહોંચી ગયા હતા. ઓલિમ્પિક વિજેતા ખેલાડીઓના આરટીપીસઆર ટેસ્ટ કરવામાં આવ્યાં છે.બાદમાં ભારત સરકાર તરફથી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ ખેલાડીનું સ્વાગત કરવામાં આવ્યું છે.

મીરાંબાઈ ચાનૂએ વેઇટલિફ્ટિંગમાં અને રવિ દહિયાએ 57 કિલો વેઇટમાં રેસલિંગની ફ્રી સ્ટાઇલમાં સિલ્વર મેડલ જીત્યો છે. ભારતીય પુરુષ હોકી ટીમ, રેસલિંગની ફ્રી સ્ટાઇલના 65 કિલો વેઇટમાં બજરંગ પૂનિયા, બેડમિન્ટનમાં પીવી સિંધુ અને બોક્સિંગમાં લવલિના બોરગોહેને બ્રોન્ઝ મેડલ જીત્યો છે.જ્યારે ચોપરાએ ભાલા ફેકમાં દેશને ગોલ્ડ મેડલ અપાવીને દેશનું નામ રોશન કર્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch