Sat,20 April 2024,10:26 am
Print
header

BIG NEWS- પેરાલિમ્પિકમાં ભારતને બીજો મેડલ, હાઇ જંપમાં નિષાદને સિલ્વર મેડલ મળ્યો

ટોકયોઃ પેરાલિમ્પિકમા ભારતને બીજી મોટી સફળતા મળી છે, ટેબલ ટેનિસમાં ભાવિની પટેલે સિલ્વર મેડલ મેળવ્યાં પછી ભારતને બીજો મેડલ મળ્યો છે. હવે નિષાદ કુમારે હાઇ જંપમાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો છે. તેમને બીજા પ્રયાસમાં 2.06 મીટરનો ઊંચો કૂદકો લગાવીને દેશને મેડલ અપાવ્યો છે. પીએમ મોદી સહિત અનેક હસ્તીઓએ નિષાદની આ સિદ્ધીના વખાણ કર્યાં છે.

ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતને સિલ્વર મેડલ અપાવનાર નિષાદ કુમાર હિમાચલ પ્રદેશના ઉનાના રહેવાસી છે. તેમણે પેરાલિમ્પિક ગેમ્સની શરૂઆત પહેલા બેંગલુરૂના કોચિંગ કેમ્પમાં મહિનાઓ સુધી ટ્રેનિંગ લીધી હતી. હવે તેમને સિલ્વર મેડલ મેળવીને તેમના ગામનું અને દેશનું સન્માન વધાર્યું છે.

Watch

Watch