Wed,24 April 2024,3:22 am
Print
header

આજથી પ્રવાસીઓ ગીરના સાવજની ગર્જના સાંભળી શકશે, ચાર મહિના બાદ અભયારણ્ય ખુલ્લું મુકાયું

જૂનાગઢ: દિવાળીના વેકેશન પહેલા જ પ્રવાસીઓ હવે ગીરના અભયારણ્યની મુલાકાત કરી શકશે, સિંહોનો સંવનન સમય ગાળો પુરો થતા આજથી હવે ગીર સફારીમાં પ્રવાસીઓ જઇ રહ્યાં છે, ચોમાસામાં 15 જૂનથી ગીર અભયારણ્ય બંધ કરી દેવામાં આવ્યું હતુ, આ સમયગાળો પ્રાણીઓના સંવનનનો હોય છે, જેથી તેમને ખલેલ ન પહોંચે તે માટે જંગલની મુલાકાત બંધ કરી દેવાઇ હતી. 

આજે 4 મહિનાનું વેકેશન પુરૂ થતા સવારથી જ પ્રવાસીઓની ભીડ જોવા મળી હતી, દિવાળીનું વેકેશન પણ આવી રહ્યું છે, જેને લઇને મોટી સંખ્યામાં અહી પ્રવાસીઓ ઉમટી રહ્યાં છે, સિંહોનું ગીર અભયારણ્ય ભારત અને દુનિયામાં જાણીતુ બન્યું છે, અહીના એશિયાટીક સિંહોને જોવા આવતા પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch