Wed,24 April 2024,11:19 am
Print
header

પશ્વિમ બંગાળમાં TMC નેતાના ઘરેથી EVM અને VVPAT મળી આવ્યાં, ચૂંટણીપંચે શરૂ કરી તપાસ

કોલકત્તાઃ અસમમાં પહેલા ભાજપ નેતાની પત્નીની ગાડીમાંથી EVM મળ્યું હતા અને હવે બંગાળમાં મમતાની પાર્ટી તૃણમુલ કોંગ્રેસના એક ઉમેદવારના ઘરેથી EVM અને VVPAT મળી આવતા અનેક આશંકાઓ ઉભી થઇ છે આજે પ.બંગાળ વિધાનસભા માટે ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે તે સમયે જ આ બધી વસ્તુઓ એક ઉમેદવારના ઘરેથી મળી આવી છે.

હાવડાના ઉલુબેરિયા નોર્થમાં ટીએમસીના નેતાના ઘરમાંથી ઈવીએમ અને વીવીપેટ મળી આવ્યા છે. ઉલુબેરિયા ઉત્તરથી ભાજપના ઉમેદવાર ચીરન બેરાના મતે ટીએમસી નેતા ગૌતમ ઘોષને સ્થાનિકોએ ઈવીએમ મશીન અને 4 વીવીપેટ સાથે પકડ્યો છે 

આ કેસમાં ચૂંટણીપંચે સેક્ટર ઓફિસરને સસ્પેન્ડ કરી દીધા છે. ચૂંટણી પંચનું કહેવું છે કે ટીએમસીના નેતાના ઘરની બહાર મળેલું ઈવીએમ રિઝર્વ હતું. આ મશીનને ચૂંટણી પ્રક્રિયામાંથી હટાવી દેવાયું છે અને દોષિત તમામ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરાઇ છે. કારણ કે આ અધિકારીઓએ જ ટીએમસી નેતાના ઘરે VVPAT અને ઇવીએમ રાખ્યાં હોવાનું સામે આવ્યું છે અગાઉ ભાજપ પર ઇવીએમમાં ગોટાળાના અનેક આરોપ લાગ્યા છે હવે ટીએેમસીના નેતાના ઘરેથી ઇવીએમ મળવું શંકાસ્પદ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch