Fri,19 April 2024,11:06 pm
Print
header

વિશ્વના સૌથી માલામાલ ભગવાન, તિરુપતિ મંદિર પાસે બેંકમાં રૂ.14000 કરોડ, 14 ટન સોનુ, 7123 એકર જમીન- gujarat post

આંધ્ર પ્રદેશઃ ભગવાન તિરુપતિ મંદિર ટ્રસ્ટે તેમની મિલકતોની વિગતો જાહેર કરી છે, જેમાં આ મંદિર વિશ્વનું સૌથી ધનાઢ્ય મંદિર છે. મંદિરે જાહેર કરેલી વિગતો મુજબ મંદિરના નામે જુદી જુદી બેંકોમાં 14000 કરોડ રૂપિયાની ડિપોઝિટ છે, કરોડો રૂપિયાનું 14 ટન સોનું છે અને દેશભરમાં 7123 એકર જમીનો છે. જેમાં ભક્તોએ દાન કરેલી જમીનો પણ છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે આ વિગતો જાહેર કરી છે.

દુનિયાના ધનાઢ્ય ભગવાન

વર્ષે કરોડો લોકો કરે છે દર્શન

સોનું અને રોકડ રકમ આવે છે દાનમાં

આ બધી સંપત્તિઓનું મુલ્ય અંદાજે 1 લાખ કરોડ રૂપિયા જેટલું થાય છે,આ મંદિરમાં કરોડો ભકતો દાન કરી રહ્યાં છે, હિન્દુ ધર્મની આસ્થાના આ મંદિર પર વર્ષે કરોડો ભક્તો દર્શનાર્થે આવે છે. ભક્તો રોકડ રકમ અને સોનું મુકીને જાય છે. સાથે જ ઘણા ભક્તોએ મંદિરને જમીન પન દાન કરી છે. રોજ અહીં હજારો કિલો પ્રસાદ બને છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch