યેરુશલમઃ સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર ધીમો પડ્યો છે થોડા દિવસો પહેલા અમેરિકાએ રસી લઈ ચુકેલા લોકોને માસ્ક પહેરવામાંથી છૂટ આપી દીધી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને આ ક્ષણને ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી હવે ઇઝરાયલે તેનાથી પણ એક ડગલું આગળ વધીને સમગ્ર રાષ્ટ્રને માસ્ક ફ્રી કરવાની જાહેરાત કરી દીધી છે અને તે આગામી સપ્તાહથી લાગુ થશે. 15 જૂન બાદ ઈઝરાયલ વિશ્વનો પ્રથમ એવો દેશ બની જશે જ્યાં કોઈએ માસ્ક નહીં પહેરવું પડે.
ઈઝરાયલના સ્વાસ્થ્ય મંત્રી યુલી એડલસ્ટીને આ જાહેરાત કરી છે ઈઝરાયલમાં લગભગ 81 ટકા લોકોનું રસીકરણ થઈ ચુક્યુ છે. મંત્રીએ કહ્યું કે, દેશમાં કોરોનાની સ્થિતિ સ્થિર છે આગામી દિવસોમાં તેને સંબંધિત તમામ નિયમો ખતમ કરી દેવાશે. ઈઝરાયલમાં 12-15 વર્ષના બાળકોને રસી આપવાનું કામ શરૂ થઈ ગયું છે. ઈઝરાયલમાં જાન્યુઆરી 2021થી અત્યાર સુધીમાં કોરોના સંક્રમણમાં મોટો ઘટાડો થયો છે જાન્યુઆરીમાં અહીંયા રોજના 10 હજાર જેટલા કોરોનાના કેસ આવતા હતા, હવે તેની સંખ્યા ઘટીને માત્ર 10 થઈ ગઈ છે. કોરોના પર કાબુ મેળવીને ઈઝરાયલે વિશ્વને એક મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ઈઝરાયલની વસ્તી અંદાજે એક કરોડ છે. અહીંયા કોરોનાથી 6400થી વધુ લોકોના મોત થયા છે કોરોનાને ફેલાતો અટકાવવા ટેસ્ટિંગ અને ક્વોરન્ટાઈન પર ભાર મૂકાયો હતો. જેમાં લોકોએ પણ સરકારને સહયોગ આપ્યો હતો. હાલ અહીંયા એક્ટિવ કેસની સંખ્યા 200થી પણ ઓછી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
રશિયા પર આતંકી હુમલોઃ શૌચાલયમાંથી મળ્યાં 28 મૃતદેહો, રશિયામાં રાષ્ટ્રીય શોક જાહેર- Gujarat Post | 2024-03-24 12:56:01
6.9 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, પાપુઆ ન્યુ ગિનીમાં તીવ્ર ભૂકંપથી ધરા ધ્રૂજી ઉઠી | 2024-03-24 08:39:33