ગાંધીનગરઃ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, તાજેતરમાં જ બાળકો માટે ઉપયોગમાં લેવાતી કેટલીક કફ સિરપ દવાઓ નોટ ઑફ સ્ટાન્ડર્ડ (Not of Standard Quality - NSQ) જાહેર કરવામાં આવી છે. જેના પગલે ગુજરાતમાં પણ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આવી કફ સિરપ દવાઓ બનાવતી કંપનીઓમાં સઘન તપાસ કરીને પગલાં લેવામાં આવી રહ્યાં છે. ગુજરાતમાં લાઇસન્સ ધરાવતી કુલ 624 ઓરલ લિક્વિડ દવા બનાવતી કંપનીઓ છે.
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં આવેલી મે. શેપ ફાર્મા પ્રા. લિ. તેમજ અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં આવેલી મે. રેડનેક્સ ફાર્માસ્યુટિકલ્સ લિ. દ્વારા ઉત્પાદિત કફ સિરપના નમૂનાઓ નોટ ઑફ સ્ટાન્ડર્ડ જાહેર થયા હતા. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર તથા સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશનના ડ્રગ ઇન્સ્પેક્ટરો દ્વારા અહી તપાસ કરવામાં આવી હતી.
તપાસના અહેવાલમાં જોવા મળેલી જુદી-જુદી ક્ષતિઓને આધારે સંયુક્ત તપાસ ટીમ દ્વારા મે. શેપ ફાર્મા પ્રા. લિ. સુરેન્દ્રનગર અને મે. રેડનેક્સ ફાર્માસ્યુટિકલ્સ લિ. અમદાવાદને તાત્કાલિક અસરથી દવાનું ઉત્પાદન બંધ કરવા આદેશ આપવામાં આવ્યાં છે અને દવાનો જથ્થો તાત્કાલિક બજારમાંથી પાછો ખેંચવા કહેવાયું છે.
આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે, તપાસ દરમિયાન સાવચેતીના પગલારૂપે મે. શેપ ફાર્મા પ્રા. લિ.માંથી અન્ય કફ સિરપના 3 દવાઓ તેમજ મે. રેડનેક્સ ફાર્માસ્યુટિકલ્સ લિ.માંથી અન્ય કફ સિરપના 11 નમૂના લેવામાં આવ્યાં હતા. આ તમામ 14 નમૂના વધુ ચકાસણી અર્થે સરકારી લેબમાં મોકલી આપવામાં આવ્યાં છે. જે રિપોર્ટને આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
40 કરોડ રૂપિયાની કિંમતનો 100 કિલો મેફેડ્રોન, રાજસ્થાનમાં ડ્રગ લેબનો પર્દાફાશ, 5 લોકોની ધરપકડ | 2025-11-15 19:25:33
નકલી ચલણ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ, 10 પાસ વ્યક્તિએ ઘરે જ સેટઅપ તૈયાર કર્યું, 2 લાખ રૂપિયાની ચલણ જપ્ત | 2025-11-15 19:11:51
સનસનીખેજ બનાવ...રાજકોટમાં પતિએ પત્નીને ગોળી મારી, પોતે આત્મહત્યા કરી લીધી | 2025-11-15 12:54:34
શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં જોરદાર વિસ્ફોટ, 9 લોકોનાં મોત, 27 લોકો ઘાયલ | 2025-11-15 07:59:45
લાંચનો જોરદાર કિસ્સો....રૂપિયા 1 કરોડની લાંચની માંગણી, ASI અને બે શખ્સો એસીબી ટ્રેપમાં ફસાયા | 2025-11-14 22:27:48
અંકલેશ્વરમાં મૌલવીએ સુગંધી પાણી પીવડાવી મહિલા પર દુષ્કર્મ આચર્યું; ધર્માંતરણ માટે ધમકી | 2025-11-14 18:43:29
કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે મહત્વની જાહેરાત, સહાય માટે આ તારીખથી કરી શકશે ઓનલાઇન અરજી | 2025-11-13 16:00:39
અત્યાર સુધી સરકાર ઊંઘમાં હતી ! અગાઉના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના રાજમાં થયેલી ગેરરીતીઓ ઉજાગર કરવાની જવાબદારી હવે પાનશેરિયાને મળી ! | 2025-11-13 10:30:44
ગાંધીનગર SOGમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો | 2025-11-10 15:55:08
ગાંધીનગરના અડાલજ પાસેથી ગુજરાત ATSએ ત્રણ આતંકીઓને ઝડપી પાડ્યાં | 2025-11-09 10:46:00
ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર, 26 ફેબ્રુઆરીથી શરૂઆત | 2025-11-08 17:52:34
અમદાવાદમાંથી પકડાયેલા આંતકીઓને કોણે આપ્યું ફંડ ? કેવી રીતે હેન્ડલરના સંપર્કમાં હતા ? | 2025-11-12 10:29:15
ટોલગેટ બંધ કરીને ATSએ આવી રીતે ISIS આતંકીને દબોચ્યો ? અમદાવાદની રેકી કર્યાનું કબૂલ્યું | 2025-11-10 10:24:30
ડેસ્કો ઇન્ફ્રાટેક લિમિટેડે નાણાંકીય વર્ષ 2025-26 ના પ્રથમ છ મહિનાના પરિણામો કર્યા જાહેર, બીજા છ મહિનામાં મજબૂત આઉટલુકની ખાતરી આપી | 2025-11-08 22:12:59
થલતેજ અંડરબ્રિજ પર ગમખ્વાર અકસ્માત: કાર બંધ પડી રહેલા ટ્રક સાથે અથડાઈ, યુવકનું મોત | 2025-11-08 10:11:50