Tue,16 April 2024,7:00 pm
Print
header

પિતા અને પારકી મા દ્વારા 9 વર્ષના બાળકના પ્રાયવેટ પાર્ટ પર ડામ અપાયા ! વાંક માત્ર એટલો હતો કે..

પ્રતિકાત્મક ફોટો

થાણેઃ મહારાષ્ટ્રના થાણે શહેરમાં પતિ-પત્નીએ 9 વર્ષના બાળક સાથે એવી ક્રૂરતા કરી કે તમે પણ આ વાંચિને ચોંકી જશો. થાણેના વાગલ એસ્ટેટમાં રહેતા એક યુગલે તેમના 9 વર્ષના બાળક પર ક્રૂરતા ગુજારી છે. બાળકનો વાંક માત્ર એટલો હતો કે તે ઉંઘમાં પથારીમાં જ પેશાબ કરી જતો હતો. બાળકની આ ટેવથી કંટાળીને પતિ-પત્નીએ પોતાના આ 9 વર્ષના બાળકને ઢોર માર્યો હતો અને માસૂમના પ્રાઈવેટ પાર્ટ પર ડામ આપ્યાં હતા.

બાળકના પિતા અને તેની બીજી પત્ની પર પૂર્વ પત્નીએ ફરિયાદ કરી છે, પોતાના બાળક પર થતા અત્યાચાર સામે અવાજ ઉઠાવીને પતિ અને તેની બીજી પત્ની વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. પૂર્વ પત્નીએ આક્ષેપ મૂક્યો છે કે તેનો પતિ અને બીજી પત્નીએ બાળકને માર માર્યો છે અને તેના પ્રાઈવેટ પાર્ટ પર ડામ આપ્યાં છે.વાગલે એસ્ટેટ પોલીસ સ્ટેશનના  એસએચઓ (SHO)એ જણાવ્યું કે આઇપીસીની કલમ 324, 325, 342, 498A, 494, 34 અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 75 હેઠળ તેમના પર કેસ નોંધવામાં આવ્યો છે. પૂર્વ પત્નીએ આરોપ પણ મૂક્યો છે કે પતિએ તેને હજુ છૂટાછેડા આપ્યાં નથી અને બીજી પત્ની સાથે રહે છે. તેમણે મારા પુત્ર પર અત્યાચાર ગુજાર્યો છે.હજુ આ કેસમાં કોઈ પણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી, ત્યારે માસૂમ પર થતા આવા અત્યાચારના કેસમાં ન્યાય મળે તે જરૂરી છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch