Sat,20 April 2024,2:30 pm
Print
header

આરોપ, અલ્પેશ ઠાકોરે સમાજના પૈસા ખાધા, સદારામ બાપાના ખોટા સોગંધ ખાઇને સમાજ સાથે છેતરપિંડી કરી

બનાસકાંઠા: રાધનપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં પક્ષપલટુ અને ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર સામે સમાજમાં મોટો રોષ ફાટી નીકળ્યો છે, સમી તાલુકાના વરણા ગામમાં કોંગ્રેસ દ્વારા ઠાકોર સમાજનુ સંમેલન યોજવામાં આવ્યું હતુ, જ્યાં અલ્પેશના એક સમયના સાથી અને વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કહ્યું કે અલ્પેશે સમાજના લોકો પાસેથી 100-100 રૂપિયા ઉઘરાવી લીધા હતા, આ રૂપિયાનો આંકડો લાખોમાં હતો તેનું શું થયું ? કોંગ્રેસના સિનિયર નેતા જગદીશ ઠાકોરે અલ્પેશ ઠાકોર પર પ્રહાર કરતા કહ્યું કે રાજનીતિ મામલે આ વ્યક્તિએ આદરણીય સદારામ બાપાના સોગંધ લીધા હતા, તે તોડી નાખ્યાં છે, અલ્પેશે પોતાના પુત્રના પણ ખોટા સોગંધ ખાઇને સમાજ સાથે ગદ્દારી કરી છે.અને ભાજપમાં જોડાઇ ગયો છે.

બળદેવજીએ અલ્પેશ પર નિશાન સાધતા કહ્યું કે તે BJPના કોઇ સંમેલનમાં ઠાકોર સેનાનો પટ્ટો પહેરી બતાવે, એક રીતે તેમને કહી દીધું કે ભાજપમાં અલ્પેશની કોઇ મનમાની ચાલવાની નથી, બળદેવજીએ એમ પણ કહ્યું કે અલ્પેશ રબારી સમાજને બહારથી બોલાવીને ઠાકોર સમાજ પર હુમલો કરાવી શકે છે.

ઉપસ્થિત ઠાકોર સમાજના આગેવાનોએ સૂત્રોચ્ચાર કર્યા હતા કે ઠાકોર સેનાથી અમોને વેર નથી પરંતુ અલ્પેશ ઠાકોર તારી ખેર નથી, જો કે અહીયા કેટલાક અલ્પેશના સમર્થકોએ કોંગ્રેસ સામે હોબાળો કરીને અલ્પેશ જિંદાબાદના નારા લગાવતા મોટી બબાલ થઇ હતી અને તેમના રસોડામાં જઇને થાળીઓ ઉછાળીને વાતાવરણ તંગ કર્યું હતુ.

આ સંમેલનમાં કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી પણ હાજર રહ્યાં હતા.જેમને દારૂબંધી મામલે સીએમ વિજય રૂપાણી સામે પ્રહાર કર્યા હતા.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch