Sat,20 April 2024,8:57 am
Print
header

18 વર્ષીય યુવકે ટેક્સાસની સ્કૂલમાં કર્યો ગોળીબાર, 18 બાળકો સહિત 21 લોકોનાં મોત - Gujarat Post

અમેરિકાઃ ટેક્સાસથી એક મોટા સમાચાર સામે આવ્યાં છે. 18 વર્ષીય યુવકે અહીંની એક પ્રાથમિક શાળામાં ગોળીબાર કર્યો હતો. ફાયરિંગમાં અત્યાર સુધીમાં 21 લોકોનાં મોત થઇ ગયા છે. જેમાં 18 બાળકો અને ત્રણ વયસ્કોનો સમાવેશ થાય છે. પોલીસની જવાબી કાર્યવાહીમાં હુમલાખોરને મોતને ઘાત ઉતાર્યો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને આ ગોળીબારની ઘટના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે રોબ એલિમેન્ટરી સ્કૂલમાં બનેલી ઘટના ખૂબ જ દુઃખદ છે. રોબ એલિમેન્ટરી સ્કૂલમાં ગોળીબારમાં માર્યા ગયેલા લોકોના માનમાં, તમામ લશ્કરી અને નૌકા જહાજો, સ્ટેશનો, વિદેશમાંના તમામ યુએસ દૂતાવાસો અને અન્ય કચેરીઓ સહિત 28 મેના સૂર્યાસ્ત સુધીમાં અર્ધ-માસ્ટની જાહેરાત કરી છે. બાઇડેને ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટ સાથે શાળામાં થયેલા ગોળીબારના પગલે મદદ કરવા માટે વાતચીત કરી છે.

રાષ્ટ્રપ્રમુખ બાઈડેન એલિમેન્ટરી સ્કૂલમાં ગોળીબારની ખોફનાક ઘટના અંગે બ્રિફ આપશે. તેઓ જાપાન પ્રવાસથી વ્હાઈટ હાઉસ પરત આવ્યાં પછી સંબોધન કરશે. વ્હાઈટ હાઉસ પ્રેસ સેક્રેટરી અનુસાર, ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પણ ટેક્સાસની આ ઘટના અંગે બ્રિફ આપશે.

હિલેરી ક્લિન્ટને ટેક્સાસ ગોળીબારની ઘટના પર નિવેદન આપ્યું છે કે આવી  ઘટનાઓ પર વિચાર કરવો જોઇએ. થોડા વર્ષોમાં આપણે પીડાથી ભરેલી ચીસોની ભૂમિ બની રહ્યાં છીએ. અમને ફક્ત એવા વકીલોની જરૂર છે જેઓ અમેરિકામાં બંદૂકની હિંસા રોકવા માટે તૈયાર હોય.

ગવર્નર ગ્રેગ એબોટે જણાવ્યું કે આ ગોળીબાર 2012ના સેન્ડી હૂક એલિમેન્ટરી સ્કૂલમાં થયેલા ગોળીબાર કરતા વધુ ઘાતક છે.ઘટના ટેક્સાસના નાના શહેર ઉવાલ્ડેમાં બની છે. અહીંની વસ્તી 20,000થી ઓછી છે. બંદૂકધારીનું નામ સાલ્વાડોર રામોસ છે. તે આ વિસ્તારનો રહેવાસી હતો. શાળામાં 600 જેટલા વિદ્યાર્થીઓની નોંધણી છે. ઘાયલોને એમ્બ્યુલન્સ અને બસ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતા.હાલમાં આ ઘટનાની વધુ તપાસ થઇ રહી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch