Fri,19 April 2024,5:53 am
Print
header

ખુંખાર આતંકવાદી ડો.જલીસ અંસારી કાનપુરથી ઝડપાયો, પેરોલ પર છૂટ્યાં પછી દેશ છોડવાની ફિરાકમાં હતો

મુંબઇઃ ભારતમાં અનેક આતંકી હુમલાઓમાં જેનો હાથ છે તેવો ખુંખાર આતંકવાદી ડો.જલીસ અંસારી ફરાર થઇ જતા મુંબઇ પોલીસ અને સુરક્ષા એજન્સીઓની ચિંતા વધી ગઇ હતી, પરંતુ તે હવે ઉત્તર પ્રદેશના કાનપુરથી ઝડપાઇ ગયો છે. 1993 મુંબઇ બ્લાસ્ટ, માંલેગાંવ, જયપુર અને અજમેર સહિત અનેક બોમ્બ બ્લાસ્ટમાં દોષિત આતંકી જલીસને અજમેર બ્લાસ્ટમાં આજીવન કેદની સજા થયેલી છે, તે અજમેર જેલમાંથી 21 દિવસ માટે પેરોલ પર બહાર આવ્યાં પછી ફરાર થઇ ગયો હતો, ડોક્ટર બોમ્બ તરીકે ઓળખાતા આ આતંકીએ પાકિસ્તાનમાં જઇને આતંકવાદી કેમ્પોમાં ટ્રેનિંગ લીધી છે, બોમ્બ પ્લાન્ટ કરવામાં તેની માસ્ટરી છે અને તે અનેક જગ્યાએ બ્લાસ્ટ પણ કરી ચુક્યો છે, તે પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન ઇન્ડિયન મુઝાહિદ્દીન સાથે જોડાયેલો હતો.

પેરોલ પર બહાર આવ્યાં પછી તે મુંબઇમાં મોમીનપાડામાં પોતાના પરિવારને મળવા ગયો હતો, બાદમાં ઘરેથી નીકળ્યાં પછી તે દેશ છોડવાની ફિરાકમાં હતો ત્યારે જ તેને કાનપુરથી ઝડપી લેવામાં આવ્યો છે,  મહારાષ્ટ્ર પોલીસ, યુપી પોલીસ અને ATSનો કાફલો  તેને શોધી રહ્યો હતો.આખરે તેને ઝડપી પાડવામાં સફળતા મળી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch