Mon,26 October 2020,1:47 am
Print
header

ACP પાસે જમીન, બંગલા, ફ્લેટ, સોનું, રોકડ મળીને રૂપિયા 70 કરોડની બેનામી સંપત્તિ ઝડપાઇ

તેલંગાણાઃ સરકારી બાબુ બનીને પછી સરકાર અને જનતાને લૂંટનારા વધુ એક પોલીસ અધિકારીનો એસીબીએ ભાંડો ફોડી નાખ્યો છે. તેલંગાણામાં એસીબીએ પાડેલા દરોડામાં એક પોલીસ અધિકારી પાસે રહેલી અંદાજે 70 કરોડ રૂપિયાની બેનામી પ્રોપર્ટીનો પર્દાફાશ થયો છે. નરસિમ્હા રેડ્ડી નામનો આ એસીપી 1991માં એક ઇન્સ્પેક્ટર તરીકે પોલીસમાં જોડાયો હતો, બાદમાં ભ્રષ્ટાચાર કરીને તેને 70 કરોડ રૂપિયાનું પોતાનું સામ્રાજ્ય ઉભું કરી નાખ્યું હતુ.

ભ્રષ્ટ નરસિમ્હા રેડ્ડીને થોડા સમય પહેલા આસિસ્ટન્ટ કમિશનરનું પ્રમોશન મળ્યું હતુ, છેલ્લા કેટલાક સમયથી એસીબીની આ અધિકારી પર નજર હતી અને હવે આ બેનામી સંપત્તિ ઝડપી પાડવા માટે એસીબીની જુદી જુદી ટીમોએ 25 જગ્યાઓએ દરોડા પાડ્યા હતા. વારંગલ, જનગાંવ, નાલગોંડા, કરીમનગર અને આંધ્ર પ્રદેશના અનંતપુરમાં રેડ દરમિયાન આ બેનામી સંપત્તિની માહિતી મળી છે.

એસીબીને જમીનો, બંગલો, ફ્લેટ અને સોનું મળી આવ્યું છે, બેંક લોકરમાંથી પણ લાખો રૂપિયાની રોકડ જપ્ત કરાઇ છે, હજુ આ ભ્રષ્ટ અધિકારી પાસે વધુ સંપત્તિ હોવાનો ખુલાસો થાય તો નવાઇ નહીં હોય, ત્યારે તેલંગાણામાં આ કાર્યવાહીથી અન્ય ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. અને સામાન્ય નાગરિકો આ કાર્યવાહીથી ખુશ છે કારણે કે આ સંપત્તિ જનતાને લૂંટીને જ ભેગી કરવામાં આવી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch

-->