Thu,12 March 2026,10:47 am
Print
header

ACB ના દરોડામાં મળ્યો રૂપિયાનો ઢગલો...કરોડો રૂપિયાની જમીન, ફ્લેટ સહિત રૂ.100 કરોડની સંપત્તિ મળી

  • Published By Mahesh patel
  • 2025-09-17 19:24:46
  • /

તેલંગાણાઃ એસીબીના એક મોટા ઓપરેશનમાં કરોડો રૂપિયાની રોકડ અને બેનામી સંપત્તિ મળી આવી છે, વીજળી વિભાગના આસિસ્ટન્ટ ડિવિઝનલ એન્જિનિયર અમ્બેડકર અરુગુ સામે આવક કરતા વધુ સંપત્તિનો કેસ ચાલી રહ્યો હોત અને તે દરમિયાન આ રેડ કરવામાં આવી હતી.

એસીબી રેડમાં 2.18 કરોડ રૂપિયાની રોકડ, 10 એકર જમીનના દસ્તાવેજો જેમાં કેમિકલ કંપની પણ છે, અને અન્ય પ્રોપર્ટીની માહિતી મળી હતી. અધિકારીઓ આટલી બધી રોકડ જોઇને ચોંકી ગયા હતા.

તપાસમાં કરોડો રૂપિયાના અનેક ફ્લેટની માહિતી મળી છે, એક જ બિલ્ડીંગમાં અનેક ફ્લેટ ખરીદવામાં આવ્યાં હતા. સાથે જ સોનાના દાગીના, એફડી અને અન્ય સંપત્તિની માહિતી મળી છે. આ સંપત્તિ સરકારી અધિકારીના પગાર કરતા અનેકગણી વધારે છે.

આ અધિકારીએ પોતાના પાવરનો દુરુપયોગ કરીને કરોડો રૂપિયાની સંપત્તિ બનાવી છે, તેની સામે એસીબીએ તપાસ શરૂ કરી છે અને કરોડો રૂપિયાની સંપત્તિનો પર્દાફાશ કર્યો છે.

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch