Sat,20 April 2024,3:32 am
Print
header

ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રી કોરોનાના સકંજામાં, સપોર્ટ સ્ટાફ કરાયો આઈસોલેટ

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા હાલ ઈંગ્લેન્ડ પ્રવાસે છે અને ઓવલમાં ચોથી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આજે ચોથા દિવસની શરૂઆત પહેલા જ ટીમ ઈન્ડિયાના કેમ્પમાં ખળભળાટ મચી ગયો છે. ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે બાદ સપોર્ટ સ્ટાફના ચાર ખેલાડીઓને આઈસોલેટ કરાયા છે.

બીસીસીઆઈએ આજના દિવસની રમત શરૂ થવાના થોડા કલાક પહેલા કહ્યું, અમારી મેડિકલ ટીમે હેડ કોચ રવિ શાસ્ત્રી, બોલિંગ કોચ બી અરુણ, ફિલ્ડિંગ કોચ આર શ્રીધર અને ફિઝિયોથેરાપિસ્ટ નીતિન પટેલને સાવચેતીના પગલે આઇસોલેટ કર્યાં છે. તમામ સ્ટાફ મેમ્બર્સનો RT-PCR ટેસ્ટ કરાયો છે તેમને હોટલમાં આઇસોલેટ કરાયા છે.

 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch